Surat: બંધ કંપનીમાં આગ કેવી રીતે લાગી? પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કે કંઈ બીજું?
- સુરતમાં કૌભાંડી નીરવ મોદીની બંધ હીરા કંપનીમાં આગ
- અબજો રૂપિયાનું કૌભાંડ કરી દેશ છોડી ફરાર છે નીરવ મોદી
- 5- 6 વર્ષથી બંધ ફેક્ટરીમાં આગ લાગતા રહસ્ય ઘેરાયું
Surat:હીરા ઉદ્યોગના ગઢ ગણાતા સુરત શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પંજાબ નેશનલ બેંક (PNB) સાથે અબજો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી (Nirav Modi) ની બંધ કંપનીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. 5- 6 વર્ષથી સીલ મારેલી હાલતમાં પડેલી આ પ્રોપર્ટીમાં આગ લાગતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે અને રહસ્ય ઘેરાયું છે.
Surat: કંપની સીલ કરાઈ હતી
આ કંપની છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી બંધ હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે, કસ્ટમ નિયમોના ભંગ અને કરોડોના આર્થિક કૌભાંડ બાદ તપાસ એજન્સીઓએ આ કંપનીને સીલ કરી દીધી હતી. નીરવ મોદી હાલ લંડનની જેલમાં બંધ છે અને ભારત સરકાર તેને પ્રત્યાર્પણ દ્વારા પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. આવી સ્થિતિમાં, જે ફેક્ટરી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે સીલ કરવામાં આવી હતી, તેમાં આગ કઈ રીતે લાગી તે મોટો પ્રશ્ન છે.
Surat : સુરતમાં કૌભાંડી નીરવ મોદીની બંધ હીરા કંપનીમાં આગ | Gujarat First
અબજો રૂપિયાનું કૌભાંડ કરી દેશ છોડી ફરાર છે નીરવ મોદી
5- 6 વર્ષથી બંધ ફેક્ટરીમાં આગ લાગતા રહસ્ય ઘેરાયું
ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો
નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે બંધ
પાંચ વર્ષ અગાઉ… pic.twitter.com/5MOWxuIe4J— Gujarat First (@GujaratFirst) January 10, 2026
શું પુરાવા નષ્ટ કરવાનો ખેલ છે? (Fire at Nirav Modi's company)
તપાસમાં જાણવા મળ્યું છે કે આગ ફેક્ટરીના 'વર્ક ફાઈલ્સ' વિભાગ અને ઓફિસ એરિયામાં લાગી હતી. આ એ જ જગ્યા છે જ્યાં કંપનીના જૂના વ્યવહારો, હીરાની લેતી-દેતી અને બેંકિંગ વ્યવહારોના મહત્વના દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. અચાનક લાગેલી આ આગને કારણે શંકાની સોય એ તરફ જાય છે કે શું આ કોઈ આકસ્મિક ઘટના છે કે પછી કોઈએ જાણીજોઈને અંદર રહેલા પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે?
આ પણ વાંચોઃ Surat: સુરતના આકાશમાં વિદેશી પતંગોની ઉડાન! 25 જેટલા વિદેશી સહિત 94 પતંગબાજો દ્વારા પતંગના કરતબ


