Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: પત્નીની હત્યા કરતા પહેલા પતિએ સર્ચ કર્યું- 'શ્વાસ રૂંધાવાથી કેટલી મિનિટમાં મૃત્યુ થઈ શકે?'

Surat: સુરત (Surat) ના લિંબાયત (Limbayat) વિસ્તારમાં ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ જ પત્નીની ક્રૂર હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ પીએમ રિપોર્ટ (Post-Mortem Report) અને પોલીસની કડક પૂછપરછમાં આખરે સત્ય બહાર આવ્યું છે.
surat  પત્નીની હત્યા કરતા પહેલા પતિએ સર્ચ કર્યું   શ્વાસ રૂંધાવાથી કેટલી મિનિટમાં મૃત્યુ થઈ શકે
Advertisement
  • સુરત (Surat) માં હત્યાનો ચોંકાવનારો કિસ્સો
  • ચારિત્ર્ય પર વહેમ રાખી પતિએ દુપટ્ટા વડે ગળું દબાવ્યું
  • પતિએ પત્નીને મારવા માટે ઇન્ટરનેટનો લીધો સહારો
  • 'પત્ની'ની હત્યાને 'અકસ્માત'માં ખપાવવાનો ખેલ
  • ગૂગલ હિસ્ટ્રી તપાસતા પોલીસના પણ હોશ ઉડી ગયા!

Surat: સુરત (Surat) ના લિંબાયત (Limbayat) વિસ્તારમાં ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ જ પત્નીની ક્રૂર હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ પીએમ રિપોર્ટ (Post-Mortem Report) અને પોલીસની કડક પૂછપરછમાં આખરે સત્ય બહાર આવ્યું છે.

સુરત (Surat)  માં ચારિત્ર્ય પર વહેમ રાખી પતિએ કરી પત્નીની હત્યા

ઘટનાની વિગત એવી છે કે, ગત 9 માર્ચના રોજ ગીતાંજલિ (Gitanjali) નામની મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. હત્યારા પતિ જીતેન્દ્ર દિલીપભાઈ માળી (Jitendra Dilipbhai Mali) એ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એવી વાર્તા ઘડી હતી કે તેની પત્નીને અચાનક ચક્કર આવતા તે પડી ગઈ હતી અને તેના કારણે તેનું મોત નીપજ્યું છે. જોકે, પોલીસને શંકા જતાં તપાસ તેજ કરવામાં આવી હતી.

Advertisement

Surat Limbayat Murder - Gujarat first

Advertisement

ગૂગલ પર સર્ચ કરીને કરી પત્નીની હત્યા

પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આરોપી જીતેન્દ્રએ પત્નીની હત્યા કરતા પહેલા ઇન્ટરનેટ પર ક્રૂર શોધખોળ કરી હતી. તેના મોબાઈલ હિસ્ટ્રીમાંથી જાણવા મળ્યું કે તેણે ગૂગલ (Google) પર સર્ચ કર્યું હતું કે:

1. શ્વાસ રૂંધાવાથી કેટલી મિનિટમાં મૃત્યુ થઈ શકે?

2. ક્લોરોફોર્મ (Chloroform) ક્યાંથી મળી શકે?

આ પુરાવાઓએ સાબિત કર્યું કે આ અચાનક બનેલી ઘટના નહીં પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હતું.

Surat Limbayat Murder - Gujarat first

પીએમ રિપોર્ટ અને ભાઈની જુબાનીએ ખોલ્યો ભેદ

જ્યારે ગીતાંજલિનો પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં ગળું દબાવવાને કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. બીજી તરફ, મૃતકના ભાઈ મહેન્દ્ર માળી (Mahendra Mali) ની પૂછપરછમાં સામે આવ્યું કે જીતેન્દ્ર તેની પત્નીના ચારિત્ર્ય પર સતત શંકા રાખતો હતો અને આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા.

પોલીસે આરોપી પતિની કરી ધરપકડ

લિંબાયત પોલીસે આકરી ઢબે પૂછપરછ કરતા જીતેન્દ્ર ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત કરી હતી કે તેણે પત્નીના દુપટ્ટા (Dupatta) વડે જ તેનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી હતી. હાલ પોલીસે હત્યારા પતિ જીતેન્દ્ર માળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Gujarat Assembly News: "એક કુંવરજી જાય, બીજા કુંવરજી આવે" પૂર્વ મંત્રી કુંવરજી હળપતિની એક ભૂલથી ધારાસભ્યો લોથપોથ!

Tags :
Advertisement

.

×