Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: બેંગકોક ફ્લાઈટની સીટ નીચેથી મળ્યો રુ, 8 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો, 4 તસ્કર ઝડપાયા

Surat: સોનાની તસ્કરી માટે ચર્ચામાં રહેલું સુરત એરપોર્ટ  (Surat airport)  હવે નશીલા પદાર્થોની હેરાફેરીનું કેન્દ્ર બની રહ્યું હોય તેમ જણાય છે. તાજેતરમાં જ કસ્ટમ વિભાગે (Customs department ) એક મોટી કાર્યવાહી કરતા બેંગકોકથી આવેલી ફ્લાઇટમાંથી અંદાજે રુ.8 કરોડની કિંમતનો હાઈબ્રિડ (હાઇડ્રોપોનિક) ગાંજો (marijuana) ઝડપી પાડ્યો છે.
surat  બેંગકોક ફ્લાઈટની સીટ નીચેથી મળ્યો રુ  8 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો  4 તસ્કર ઝડપાયા
Advertisement
  • સુરત એરપોર્ટ (Surat airport) પર ગાંજા (marijuana)નું મોટું નેટવર્ક ઝડપાયું
  • બેંગકોકથી આવેલી ફ્લાઇટમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
  • 8 કરોડના હાઇડ્રોપોનિક ગાંજા સાથે ચાર આરોપી ઝડપાયા
  • કસ્ટમ વિભાગે (Customs department) કાર્યવાહી કરીને ગાંજો જપ્ત કર્યો
  • 8.5 કિલો ગાંજાના પેકેટ સીટ નીચે છુપાવ્યા હતા

Surat: સોનાની તસ્કરી માટે ચર્ચામાં રહેલું સુરત એરપોર્ટ  (Surat airport)  હવે નશીલા પદાર્થોની હેરાફેરીનું કેન્દ્ર બની રહ્યું હોય તેમ જણાય છે. તાજેતરમાં જ કસ્ટમ વિભાગે (Customs department ) એક મોટી કાર્યવાહી કરતા બેંગકોકથી આવેલી ફ્લાઇટમાંથી અંદાજે રુ.8 કરોડની કિંમતનો હાઈબ્રિડ (હાઇડ્રોપોનિક) ગાંજો (marijuana) ઝડપી પાડ્યો છે. આ કેસમાં કસ્ટમ વિભાગે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત એરપોર્ટ (Surat airport) પર ગાંજા (marijuana)નું મોટું નેટવર્ક ઝડપાયું

મળતી માહિતી મુજબ, બેંગકોકથી સુરત આવેલી ફ્લાઇટમાં નશીલા પદાર્થોની હેરફેર થવાની બાતમીના આધારે કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફ્લાઇટની સીટ નીચેથી અને કુશન કવરના પાછળના ભાગે અત્યંત સાવધાનીપૂર્વક છુપાવેલા 8.5 કિલોગ્રામ ગાંજાના પેકેટ્સ મળી આવ્યા હતા. આ ગાંજો સામાન્ય નહીં પણ ઉચ્ચ ગુણવત્તાનો 'હાઇડ્રોપોનિક હાઈબ્રિડ ગાંજો' હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

Surat airport ganjo-gujarat first2

Advertisement

4  આરોપીઓની ધરપકડ

આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઘટનાસ્થળેથી જ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં ત્રણ આરોપીઓ હરિયાણાના અને એક ઉત્તર પ્રદેશનો વતની છે:

1. પ્રવીણ કરમવીર (હરિયાણા)
2. વિક્રમ ભૌકાલ (હરિયાણા)
3. પ્રદીપ સુરજભાન (હરિયાણા)
4. અંશુલ શિવકુમાર ગુપ્તા(મહોબા, ઉત્તર પ્રદેશ)

Surat airport ganjo-gujarat first2

તપાસનો ધમધમાટ

એરપોર્ટ પર આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કસ્ટમ વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે:

આ હાઇડ્રોપોનિક ગાંજો સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો?
આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે?
શું અગાઉ પણ આ રીતે નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવી છે?

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટ પર અવારનવાર સોનાની દાણચોરીના કિસ્સાઓ બનતા હોય છે, પરંતુ આટલા મોટા પાયે નશીલા પદાર્થોનું નેટવર્ક ઝડપાતા ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો:  Junagadh: શિવરાત્રી મેળા પૂર્વે ભવનાથના પવિત્ર ક્ષેત્રમાં નોન-વેજ રાંધતા શ્રમિકો ઝડપાયા, પોલીસ એક્શનમાં

Tags :
Advertisement

.

×