Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat : સરકારી શાળાની આડમાં ગેરકાયદેસર ધર્માંતરણ ! પોલીસે 3 શિક્ષકની ધરપકડ કરી તપાસ હાથ ધરી

Surat :સુરત જિલ્લાના માંડવી પંથકમાં આવેલી એક શાળામાં ભણતરની આડમાં શિક્ષક બાળકોનું ગેરકાયદેસર ધર્માંતરણ કરતો હોવાનો ખુલાસો થયો છે. સરકારી શાળામાં નેટવર્ક ચલાવનારા આચાર્ય સામે પોલીસ બાદ હવે શિક્ષણ વિભાગે પણ લાલ આંખ કરી છે. આ મામલે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.
surat   સરકારી શાળાની આડમાં ગેરકાયદેસર ધર્માંતરણ   પોલીસે 3 શિક્ષકની ધરપકડ કરી તપાસ હાથ ધરી
Advertisement
  • Surat : સરકારી શાળાની આડમાં ગેરકાયદેસર ધર્માંતરણ !
  • પોલીસે 3 શિક્ષકની ધરપકડ કરી તપાસ હાથ ધરી
  • નેટવર્ક ચલાવનારા આચાર્ય સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
  • આ સમગ્ર ઘટનામાં TDOને તપાસ સોંપવામાં આવી

Surat: શાળામાં વાલીઓ પોતાના બાળકોને ભણવા મોકલતા હોય છે. જેથી બાળક તેનું ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. પરંતુ સુરત જિલ્લાના માંડવી પંથકમાં આવેલી એક શાળામાં ભણતરની આડમાં શિક્ષક બાળકોનું ગેરકાયદેસર ધર્માંતરણ કરતો હોવાનો ખુલાસો થયો છે. સરકારી શાળામાં નેટવર્ક ચલાવનારા આચાર્ય સામે પોલીસ બાદ હવે શિક્ષણ વિભાગે પણ લાલ આંખ કરી છે. આ મામલે સુરત(Surat) જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નેટવર્ક ચલાવનારા આચાર્ય સામે શિક્ષણ વિભાગની લાલ આંખ

ઉલ્લેખનીય છે કે માંડવી પંથકમાં આવેલી સરકારી શાળામાં ધર્માંતરણ થતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ સાથે જ આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે TDOને તપાસના કડક આદેશો આપવામાં આવ્યા હતા. રામજી ચૌધરી સરકારી કર્મચારી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈને ટ્રસ્ટ બનાવી ધર્માંતરની પ્રવૃત્તિઓમાં સામેલ કર્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને TDOને તપાસ સોંપવામાં આવી છે.

Advertisement

પોલીસે 3 શિક્ષકની ધરપકડ કરી(Surat)

પ્રાપ્તથતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં પોલીસે રામજી ચૌધરી ઉપરાંત અન્ય એક શિક્ષક ગુરજીભાઈ વસાવા અને પાસ્ટર નવીન ચૌધરીની પણ ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. શિક્ષણ વિભાગ દ્વારા બનેલી સ્પેશિયલ ટીમએ દિશામાં તપાસ કરી રહી છે કે આ 'પાસ્ટર ગ્રુપ' માં જિલ્લાના અન્ય કેટલા સરકારી શિક્ષકો સામેલ છે.

આ પણ વાંચો -SIR : ઝુંબેશ સફળ-ગુજરાતના 26 જિલ્લામાં મતદાર યાદીમાં '0' વિસંગતતા!

Tags :
Advertisement

.

×