Surat : મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું
- Surat જિલ્લા આરોગ્ય અધિકારીની મોટી કાર્યવાહી
- ડોક્ટર ન હોવા છતાં રામગોપાલ ઓપરેશન કરતો હતો
- રેડ દરમિયાન ગર્ભપાત કરાવવા આવેલી મહિલાઓ મળી આવી
- રામગોપલ સામે PCNDT એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો
- હોસ્પિટલના સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી
Surat : સુરત જિલ્લા આરોગ્ય વિભાગની (health department) મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં ગર્ભ પરિક્ષણને લઈ પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે, મમતા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં (hospital) ગેર કાયદેસર રીતે ગર્ભ પરિક્ષણ કરવામાં આવે છે અને તે બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં આ હોસ્પિટલ આવેલી છે. તો જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને હોસ્પિટલમાં લાંબા સમયથી ગર્ભ પરીક્ષણની ગેરપ્રવૃતિ થતી હોવાની આશંકા સેવાઈ રહી છે.
ગર્ભ પરીક્ષણ કરાવવા આવેલી ત્રણ મહિલાઓ મળી આવી
જિલ્લા આરોગ્ય વિભાગની તપાસમાં ગર્ભ પરિક્ષણ કરાવવા આવેલી ત્રણ મહિલાઓ મળી આવી છે અને હોસ્પિટલમાંથી બે મહિલા કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવી છે, મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ ફરાર છે અને ભૂતકાળમાં પણ રામગોપાલ ખંડેલવાલ ગર્ભ પરીક્ષણ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે, આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે PCNDT એક્ટ અન્વયે ગુનો નોધી તપાસ હાથધરી છે. પોલીસ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
સુરતમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણના રેકેટનો પર્દાફાશ
મમતા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ ઝડપાયું
ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરાવતો હતો
ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ અગાઉ પણ ઝડપાયો હતો
રામગોપાલ ગર્ભપાતના ઓપરેશન પણ કરાવતો હતો
ડોક્ટર ન હોવા છતાં રામગોપાલ… pic.twitter.com/XKlTLWtMjR— Gujarat First (@GujaratFirst) May 6, 2026
Surat : રામગોપાલ માત્ર ફાર્માસિસ્ટ છે
રામગોપાલની વાત કરવામાં આવે તો અગાઉ પણ તે ગર્ભ પરિક્ષણ કરવાને લઈ ઝડપાયો હતો. આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક વરાછા પોલીસને સ્થળ પર બોલાવી લીધી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની સત્તાવાર ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે. હાલ હોસ્પિટલને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે. દરોડા દરમિયાન ભાગી છૂટેલા કથિત સંચાલક અને ફાર્માસિસ્ટ રામગોપાલને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Surat Crime: સુરતમાં ઠગોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપાઇ


