ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : યુવકના ઘરે જઈ મારામારી કરી, ઘર-દુકાન અને કારને લગાવી આગ!

બાઇક અથડાવા જેવી નજીવી બાબતે બુટલેગર તેનાં સાગરીતો સાથે યુવકનાં ઘરે પહોંચ્યો હતો અને બબાલ કરી યુવકનાં પરિવારજનો પર હુમલો કર્યો હતો.
09:13 AM Feb 22, 2025 IST | Vipul Sen
બાઇક અથડાવા જેવી નજીવી બાબતે બુટલેગર તેનાં સાગરીતો સાથે યુવકનાં ઘરે પહોંચ્યો હતો અને બબાલ કરી યુવકનાં પરિવારજનો પર હુમલો કર્યો હતો.
Surat_Gujarat_first main
  1. Surat નાં માંગરોળ પીપોદરા GIDC વિસ્તારમાં બુટલેગરનો આતંક
  2. એક યુવક દ્વારા મોટર સાયકલ અથડાતાં બુટલેગરે તેનાં ઘરે જઈ ધમાલ મચાવી
  3. યુવકના ઘરે 10 થી વધુ સાગરીતોને લઈ બુટલેગર પહોંચ્યો હતો અને મારામારી કરી
  4. યુવકના પરિવાર પર હુમલો કર્યો, દુકાન-મકાન અને કારમાં આગ લગાવી
ડાયમંડ નગરી સુરતમાં (Surat) ગુનેગારોને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. શહેરનાં માંગરોળનાં પીપોદરા GIDC વિસ્તારમાં રાતે લગભગ 11 વાગે એક બુટલેગરે તેનાં સાગરીતો સાથે મળીને ભારે ધમાલ મચાવી હતી અને આખી સોસાયટી માથે લીધી હતી. બાઇક અથડાવા જેવી નજીવી બાબતે બુટલેગર તેનાં સાગરીતો સાથે યુવકનાં ઘરે પહોંચ્યો હતો અને બબાલ કરી યુવકનાં પરિવારજનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. સાથે જ બુટલેગર અને તેનાં સાથીઓએ સોસાયટીમાં વાહનો, મકાન અને દુકાનમાં તોડફોડ કરી આગ લગાવી હતી. આ મામલે જાણ થતાં ASP, DYSP ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો - VADODARA : મહેમાનીની દાવત માણવા ગયેલા પરિવારનું 14 તોલા સોનું ગાયબ

એક યુવક દ્વારા મોટર સાયકલ અથડાતાં બુટલેગરે તેનાં ઘરે જઈ હુમલો કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) માંગરોળ પીપોદરા GIDC વિસ્તારમાં આવેલ પાર્થ સોસાયટીમાં ગતરાતે અંદાજે 11 કલાકે અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લુખ્ખા તત્વોએ સોસાયટીમાં ધમાલ મચાવીને મકાન, દુકાન અને વાહનોમાં તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં ASP, DYSP સહિત પોલીસ જવાનો સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ અનુસાર, એક યુવક દ્વારા મોટર સાયકલ અથડાવા જેવી નજીવી બાબતે વિસ્તારમાં દારૂનો ધંધો કરતો બુટલેગર પદ્માનાભ વિજય મલિક ઉર્ફ પકોડા તેનાં 10 જેટલા સાગરીતો સાથે પાર્થ સોસાયટી પહોંચ્યો હતો.
આ પણ વાંચો - Patan : ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુંબઈ લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

દુકાન-મકાન અને કારમાં આગ લગાવી, બુટલેગરની ધરપકડ

આરોપ અનુસાર, બુટલેગર પદ્માનાભ વિજય મલિકે તેનાં સાગરીતો સાથે મળી યુવકનાં ઘરે જઈ મારઝૂડ કરી હતી અને ઘર અને દુકાનમાં આગ લગાવી હતી. સાથે જ સોસાયટીમાં પાર્ક એક કારને પણ આગ લગાવી હતી. આ ઘટનામાં યુવકનાં પરિવારજનો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી છે. આ મામલે પોલીસે (Surat Police) બુટલેગર પદ્માનાભ વિજય મલિક ઉર્ફ પકોડાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર, આરોપી સામે અગાઉ પણ મારામારી અને દારૂ સહિતનાં અનેક કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચો - Valsad : બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ આપવાનાં નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2500 ઉઘરાવ્યાં!
Tags :
Bootlegger Padmanabh Vijay MalikCrime NewsGUJARAT FIRST NEWSPipodara GIDC AreaSuratSurat PoliceTop Gujarati News
Next Article