Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India- Pakistan War : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે સુરતમાં રેલી

PM રાહત ફંડમાં રાહત આપવા ફંડ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઇ છે. શહેરના રાંદેર સ્થિત રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા રેલી યોજાઇ
india  pakistan war   ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે સુરતમાં રેલી
Advertisement
  • દેશને મદદરૂપ થવા સુરતમાં વિવિધ સમાજ આવ્યા આગળ
  • PM રાહત ફંડમાં રાહત આપવા ફંડ એકત્રિત કરવાની કામગીરી
  • શહેરના રાંદેર સ્થિત રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા રેલી

India- Pakistan War : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે સુરતમાં રેલી યોજાઇ છે. જેમાં દેશને મદદરૂપ થવા સુરતનો સિંધી સમાજ આગળ આવ્યો છે. તેમાં PM રાહત ફંડમાં રાહત આપવા ફંડ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઇ છે. શહેરના રાંદેર સ્થિત રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા રેલી યોજાઇ છે. જુદા-જુદા વેપારીઓ પાસેથી રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી શરૂ થઇ છે.

સૈન્ય માટે તન, મન, ધનથી મદદરૂપ થવા સુરતના લોકો આગળ આવ્યા

સૈન્ય માટે તન, મન, ધનથી મદદરૂપ થવા સુરતના લોકો આગળ આવ્યા છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. જુદા-જુદા વેપારીઓ પોતાની યથાશક્તિ મુજબ યોગદાન કરી રહ્યા છે. તાજેતરમાં જ સુરત શહેરમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે સુરતમાં મોકડ્રીલ યોજાઈ તે પહેલા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી જેમાં લોકો અને ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદી પણ જોડાયા હતા. અડાજણ વિસ્તારમાં યોજાયેલી જનજાગૃતિ આ રેલીમાં લોકો જનજાગ્રતિના બેનરો સાથે જોડાયા હતા. ધારાસભ્ય તેમજ પૂર્વ મેયર સહિતના લોકો આ રેલીમાં જોડાયા હતા અને મોકડ્રીલ દરમ્યાન લોકોએ શું શું ધ્યાનમાં રાખવું તેની માહિતી બેનરોમાં લખવામાં આવી હતી.

Advertisement

પહેલગામ આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ

ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો. ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ ધર્મના આધારે જે લોકો હિંદુ છે તેઓને જુદા કરીને સ્થળ પર હત્યા કરીને જે ત્રાસવાદી કૃત્ય કર્યું છે તેના કારણે સમગ્ર ભારતના તમામ નાગરિકોમાં ખુબ આક્રોશ છે અને એના ભાગરૂપે ભારત સરકાર એક પછી એક પગલા ભરી રહી છે.

Advertisement

આ પણ વાંચો: India Pakistan War Situation : બ્રહ્મોસ ફેસેલિટી પર હુમલાનો પાકિસ્તાનનો દાવો ખોટો, S400 ડિફેન્સ સિસ્ટમ સલામત : કર્નલ સોફિયા

Tags :
Advertisement

.

×