Surat : રમતોત્સવ-2026 માં કેન્દ્રિય જળશક્તિ મંત્રી C.R. Patil ની પ્રેરક ઉપસ્થિતી
- Surat માં શિક્ષણ સમિતિ દ્વારા રમતોત્સવ 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો
- કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત
- કેન્દ્રિય મંત્રીએ શિક્ષકોના પ્રયત્નોને બિરદાવ્યા, વિદ્યાર્થીઓની છુપી શક્તિઓને સરાહી
Surat : આજરોજ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Prathmik Shikshan Samiti - Surat) દ્વારા રમતોત્સવ 2026 (Ramatotsav - 2026) નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાયો છે, તજેમાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની (Jalshakti Minister Of India - C. R. Patil) પ્રેરક ઉપસ્થિતી રહી છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રીની હાજરીમાં માર્ચ પાસ્ટ યોજાઇ છે, અને ત્યાર બાદ વિજેતાઓને ઇનામની ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રમતોત્સવ 2026માં 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.
Surat, શિક્ષકોની કામગીરી ચકાસવા માટે પણ વ્યવસ્થા
કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના (Jalshakti Minister Of India - C. R. Patil) હસ્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ષ 2026 ના રમતોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી, સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા ગણેશજીની સ્તૃતિ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે સંબોધન કર્યું હતું.
સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો રમોત્સવ
ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમોત્સવ 2026નું આયોજન
કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ રહ્યા હાજર
સૌથી સારુ અને સ્વચ્છ શિક્ષણ સુરતમાં: સી.આર.પાટીલ
આજે ખૂબ જ સારા પરિણામ જોવા મળ્યા: સી.આર.પાટીલ
રમોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રતિભા… pic.twitter.com/kzvu1luvA9— Gujarat First (@GujaratFirst) March 6, 2026
સંબોધનમાં તેમણે જણાવ્યું કે, દેશનું સૌથી સારુ, સ્વચ્છ અને શિસ્ત સાથેનું શિક્ષણ સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મળી રહ્યું છે, ખાનગી શાળાઓ કરતા સમિતિની શાળાઓમાં ખૂબ જ સારી વ્યવસ્થા છે, સમિતિની શાળાઓમાં શિક્ષકો યોગ્ય રીતે કામ કરે છે, કે નહીં તે જાણવા માટેની પણ યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
Surat, શિક્ષક સાથે વાલીઓ પણ જવાબદાર
વધુમાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે (Jalshakti Minister Of India - C. R. Patil) જણાવ્યું કે, સમિતિના શિક્ષકોએ વિવિધામાં એકતાનું દ્રષ્ટાંત આ શાળાઓમાં પુરૂ પાડ્યું છે, આજે ખૂબ જ સારા પરિણામો જોવા મળી રહ્યા છે, આજે એક બજાર બાળકોએ ઇનામ પ્રાપ્ત કર્યા છે, આજે સમિતિની શાળાઓના બાળકોની પ્રગતિ જોવા મળી છે, બાળકોના ભવિષ્ય માટે માત્ર શિક્ષકો જ નહીં, પરંતુ વાલીઓએ પણ તેટલી જ જવાબદારી સાથે કામ કરે છે, શિક્ષક એ આપણા દેશની તાસીર છે, સમિતિની શાળામાં ભણતા બાળકો ટેલેન્ટેડ છે, સમિતિની શાળામાં બાળકોને પોતાની પ્રતિભા બતાવવાની તક મળી છે, ખાસ કરીને સમિતિની શાળામાં ભણતા બાળકોમાં વિશેષ ટેલેન્ટ જોવા મળી રહ્યું છે.
વિલંબ અંગે ટકોર કરી
આ તકે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે (Jalshakti Minister Of India - C. R. Patil) ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય અબ્દુલ કલામને પણ યાદ કરીને તેમના મખાણ કર્યા છે, સાથે જ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને બુટ-મોજા અને યુનિફોર્મમાં થતા વિલંબ અંગે ટકોર પણ કરી છે, તથા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોની તૈયારી બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: UPSC 2025નું પરિણામ જાહેર, જાણો કોણ બન્યું ટોપર!


