Navsari : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
- Navsari માટે આજનો દિવસ અત્યંત મહત્વનો
- કેન્દ્રિય જળશક્તિ મંત્રીએ આપી વિકાસની મોટી ભેટ
- વિવિધ કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું
- ધારાસભ્ય સહિતના સ્થાનિક નેતાઓ-કાર્યકર્તાઓ હાજર રહ્યા
Navsari : આજરોજ નવસારીના સાંસદ (Navsari MP) અને દેશના જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના (Jalshakti Minister Of India - C. R. Patil) હસ્તે નવસારીમાં માળખાકિયા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના પગલે આવનાર સમયમાં નવસારીના નગરજનોની સમૃદ્ધિ અને સુખાકારીમાં ઉમેરો થનાર છે, આ પ્રસંગે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ (Jalshakti Minister Of India - C. R. Patil) સાથે ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ (Rakesh Bhai Desai - MLA), ધારાસભ્ય આર. સી. પટેલ (R. C. Patel - MLA), જિલ્લા પંચાયત પ્રમુખ પરરષભાઇ દેસાઇ, ધારાસભ્ય નરેશભાઇ પટેલ (Naresh Bhai Patel - MLA) સહિતના જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો ------- Dinsha Javerbhai Patel: ગુજરાતના દિગ્ગજ નેતા દિનશા ઝવેરભાઈ પટેલ, સંઘર્ષથી કેન્દ્રીયમંત્રી સુધીની પ્રેરણાદાયી સફર
Navsari, આ વિકાસકાર્યોનો લાભ મળ્યો
આજનો દિવસ નવસારીના ભવિષ્ય માટે મહત્વનો સાબિત થનાર છે, આજરોજ કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ (Jalshakti Minister Of India - C. R. Patil) દ્વારા નવસારી ખાતે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
नवसारी में “पानी बचाओ” अभियान के अंतर्गत 1,11,111 जलसंचय कार्यों के संकल्प का शुभारंभ किया।
इस महत्वपूर्ण एवं जनहितकारी संकल्प के लिए श्री गिरगंगा ट्रस्ट को हार्दिक अभिनंदन। जल संरक्षण के क्षेत्र में उनका यह प्रयास समाज में सकारात्मक चेतना का विस्तार करेगा और सतत जल सुरक्षा की… pic.twitter.com/UajuSY79D4
— C R Paatil (@CRPaatil) March 1, 2026
આ કાર્યક્રમમાં નવસારી ખાતે જલાલપોર તાલુકા સેવા સદનનાં નવીન મકાન બાંધકામનું ખાતમુહૂર્ત, પંચાયત સિંચાઇ વિભાગ નવસારી હસ્તકનાં ચેકડેમ કમ ટાઇડલ રેગ્યુલેટરનાં કામોનું ખાતમુહૂર્ત, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના PMKKKY ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન, અને નવસારીનાં વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, તેમજ નવનિર્માણ થનાર જલાલપોર તાલુકા સેવા સદનનું તથા ચેકડેમ કમ ટાઇડલ રેગ્યુલેટરનું ખાતમુહૂર્ત તેમજ DMFનાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે. જે નવસારી તથા આસપાસના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિવડશે.
સમૃદ્ધિ અને સુખાકારીમાં સતત ઉમેરો
આજરોજ કરવામાં આવેલા વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણને પગલે આવનાર સમયમાં નવસારીના નગરજનોની સમૃદ્ધિ અને સુખાકારીમાં સતત ઉમેરો થનાર છે. આ પ્રસંગે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાથે ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, ધારાસભ્ય આર. સી. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરરષભાઇ દેસાઇ, ધારાસભ્ય નરેશભાઇ પટેલ સહિતના જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો ------- Gandhinagar : મહાત્મા મંદિર ખાતે CM ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘Gujarat Semiconductor Conference 2026’નું આયોજન


