Surat: મંદિર બહાર બેઠેલી ભિક્ષુકને કારચાલકે કચડી નાખી, સામે આવ્યાં હૃદય કંપાવતા CCTV
- ભીખ માંગી જીવન જીવતી 80 વર્ષીયએ માજીનું મોત
- અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
- કારચાલક અકસ્માત સર્જી કાર મૂકીને થઈ ગયો ફરાર
Surat Car Accident: સુરત શહેરમાં ફરી એકવાર એક બેફામ આવતા કારચાલકે રાહદારીને કચડ્યો હોવાનું સામે આવ્યું છે. અત્યારે આ અકસ્માતની ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર બેઠેલી મહિલા ભિક્ષુકને કારચાલેક ઉડાવી દીધી હતી. જેના સીસીટીવી ફુટેજ અત્યારે સામે આવ્યાં છે.
આ પણ વાંચો: Amreli: પાટીદારી દીકરીના સમર્થનમાં સોશિયલ મીડિયા વોર! પિતાનું પણ નિવેદન સામે આવ્યું
અકસ્માત સર્જીને કારચાલક કાર મૂકીને થઈ ગયો ફરાર
મંદિરની બહાર ભીખ માંગી પોતાનું જીવન ગુજારતી 80 વર્ષીય વૃદ્ધાને કારચાલકે કચડી નાખી હોવાના સીસીટીવી વીડિયો અત્યારે સામે આવ્યાં છે. અકસ્માતની ઘટનાને પગલે 80 વર્ષીય વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો વાયરલ થયા છે. ઘટનાના સીસીટીવી વીડિયો હચમચાવી દે તેવા છે. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત સર્જીને કારચાલક માનવતા પણ નેવે મૂકીને ત્યાથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: VADODARA : પાલિકા કચેરીમાં આગનું છમકલું, મોડે મોડે ફાયર વિભાગને જાણ કરાઇ
પોલીસે આ માલમે વધારે કાર્યવાહી હાથ ધરી દીધી
કારચાલક વૃદ્ધાને સારવાર માટે લઈ જવાને બદલે કાર ત્યા મુકીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત Maruti Suzuki ignis નામની કાર જેને નંબર GJ 5 JS 2053 છે તેણે સર્જ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે. પરંતુ અત્યારે આસપાસના લોકોમાં કારચાલકની સામે રોષ જોવા મળ્યો છે.નોંધનીય છે કે, અકસ્માત થતાની સાથે આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતાં.
આ પણ વાંચો: Banaskantha જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા, કાંકરેજ બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ!