Kirti Patel : વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી!
- વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર Kirti Patel ની મુશ્કેલીઓ વધી
- સુરતની કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલ સામે દાખલ કર્યો પાસાનો ગુનો
- ચર્ચાસ્પદ કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાઈ
- કીર્તિ પટેલ પર સોશિયલ મીડિયાનાં માધ્યમથી ખંડણી ઉઘરાવવાનો આરોપ
- વારંવાર ગુના આચરવાનાં લીધે પોલીસે પાસા હેઠળ દાખલ કર્યો ગુનો
Surat : વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની (Kirti Patel) મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુરતની કાપોદ્રા પોલીસે (Kapodra Police) કીર્તિ પટેલ સામે PASA હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે બાદ કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં (Vadodara Central Jail) ધકેલાઈ હોવાની માહિતી સામે આવી છે. કીર્તિ પટેલ પર સોશિયલ મીડિયાનાં માધ્યમથી ખંડણી ઉઘરાવવાનો આરોપ છે. વારંવાર ગુના આચરવાનાં લીધે પોલીસે પાસા હેઠળ ગુનો દાખલ કર્યો હોવાની વિગત સામે આવી છે. કીર્તિ પટેલ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
આ પણ વાંચો - Gopalbhai Italia : કોંગ્રેસ નેતાઓના નિવેદન સામે ગોપાલભાઈ ઇટાલિયાનો વળતો પ્રહાર!
Kirti Patel પાસા હેઠળ Vadodara જેલમાં ધકેલાઈ | Gujarat First
સુરત સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર કિર્તી પટેલની વધી મુશ્કેલી
સુરતની કાપોદ્રા પોલીસે કિર્તી પટેલ સામે દાખલ કર્યો પાસાનો ગુનો
ચર્ચાસ્પદ કિર્તી પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાઈ
કિર્તી પટેલ પર સોશિયલ મીડિયાના માધ્યમથી… pic.twitter.com/u74XE5WhJX— Gujarat First (@GujaratFirst) November 8, 2025
સુરતની કાપોદ્રા પોલીસે Kirti Patel સામે પાસા હેઠળ ગુનો દાખલ કર્યો
વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, સોશિયલ મીડિયાથી ખંડણીખોરી કરનારી કીર્તિ પટેલ (Kirti Patel) સામે કાપોદ્રા પોલીસે પાસા હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપ છે કે, કીર્તિ પટેલ સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકોને ધમકાવી ખંડણી પડાવતી હતી. વારંવાર ગુના આચરવાની ટેવને કારણે આખરે કીર્તિ પટેલ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે (Kapodra Police) પાસા હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીની દેખરેખમાં પાસા પ્રપોઝલ તૈયાર કરાયો હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Amreli : ફુલઝર ગામની ઘટનાનાં પડઘા સુરતમાં, અલ્પેશભાઈ કથીરિયાનું વિવાદિત નિવેદન!
કીર્તિ પટેલ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 9 જેટલા ગંભીર ગુના!
પ્રાપ્ત માહિતી અનુસાર, કીર્તિ પટેલ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સોશિયલ મીડિયા પરથી ધમકી, બદનામી અને સમાધાનનાં બહાને રૂપિયા પડાવવાનો પણ આરોપ છે. કીર્તિ પટેલની પ્રવૃત્તિ સુરત સિવાય અન્ય જિલ્લાઓમાં પણ વિસ્તરેલી હોવાનું ખુલ્યું છે. સમાજની શાંતિ માટે જોખમરૂપ બની જતા પોલીસે કડક પગલાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી બાદ કીર્તિ પટેલને જેલવાસનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો - Cyber Crime : ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા, પાક. એકાઉન્ટમાં 10 કરોડ ટ્રાન્સફર થયા!


