Surat : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ! પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા બાળકનું મોત
- Surat : ઉતરાયણ પર્વ પહેલા વધુ એક કરૂણ ઘટના
- નવ વર્ષના બાળકનું ચોથા માળેથી પડતા મોત
- પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા બાળકનું મોત
- સારવાર દરમિયાન બાળકનું મોત, પરિવારમાં શોકનો માહોલ
Surat : ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગરસિયાઓ જીવ જોખમમાં મુકીને પણ પતંગ ચગાવતા હોય છે. જેના કારણે અનેક વખત જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવી જ દુર્ઘટના સુરતમાં બની છે. ઉત્તરાયણ પહેલા સુરતમાં નવ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. સુરતના ઉધના વિસ્તારના વિજયા નગર ખાતે આવેલી રાધાકૃષ્ણ આવાસમાં નવ વર્ષનું બાળક ધાબા પર પતંગ ચગાવતું હતુ. ત્યારે ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું છે.
નવ વર્ષના બાળકનું મોત(Surat)
ઉલ્લેખનીય છે કે સુરતના ઉધાનામાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વિજયા નગરમાં સ્થિત રાધાકૃષ્ણ આવાસમાં બાળક ધાબા પર પતંગ ચગાવવા ચઢ્યો હતો. ત્યારે 4 માળથી પટકાતા મોત નિપજ્યું છે. ઉતરાયણ તહેવાર મજા કેટલાક પરિવાર માટે કાળરૂપી સાબિત થઈ છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર રત્ન કલાકાર પ્રેમલભાઈ પટેલનો નવ વર્ષીય પુત્ર મીર સરકારી શાળામાં ધોરણ 3 અભ્યાસ કરતો હતો.
Surat : સુરતમાં ઉત્તરાયણના પર્વ પહેલાં કરુણ ઘટના બની
પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા બાળકનું મોત
ચોથા માળેથી નીચે પટકાતા બાળકનું મોત થયું
તહેવારની મજા કેટલાક પરિવારો માટે કાળરૂપી સાબિત થઈ#Gujarat #Surat #Uttarayan #KiteFlying #FestivalAccident #SafetyAlert #GujaratFirst pic.twitter.com/NPDUSR2Ysx— Gujarat First (@GujaratFirst) January 5, 2026
સારવાર દરમિયાન બાળકનું મોત થયું, પરિવારમાં શોકનો માહોલ
મહત્વનું છે કે બાળક પોતાની બિલ્ડીંગના ધાબા પર પતંગ ચગાવવા માટે ચઢ્યો ત્યારે અચાનક સંતુલન ખોરવાતા નીચે પટકાયો હતો. બાળકને ગંભીર ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેના પગલે પરિવાર સહિત સમગ્ર આવાસમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. જો કે સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસે અકસ્માતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM Modiએ લખ્યો ભાવનાત્મક લેખ


