Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

LOOTERI DULHAN: લગ્ન પછી મુદ્દામાલ લઈને રફૂચક્કર, સુરત પોલીસે પકડી 3 વર્ષથી ફરાર લૂંટેરી દુલ્હન

આજકાલ રૂપિયા માટે લગ્નને નાટક સમજીને ઠગાઈ કરનાર મહિલાઓની ભરમાર વધી છે. તેવામાં સુરતમાં એક આવા જ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 3 વર્ષથી ફરાર લૂંટેરી દુલ્હન સહિત ભેજાબાજ ટોળકીને પકડી પાડી છે.
looteri dulhan  લગ્ન પછી મુદ્દામાલ લઈને રફૂચક્કર  સુરત પોલીસે પકડી 3 વર્ષથી ફરાર લૂંટેરી દુલ્હન
Advertisement
  • LOOTERI DULHAN: લગ્ને લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હન
  • 3 વર્ષથી ફરાર 'લુટેરી દુલ્હન' મહારાષ્ટ્રથી ઝડપાઈ
  • લગ્નના નામે લાખોની છેતરપિંડી કરનાર ટોળકીની મુખ્ય સૂત્રધાર જેલભેગી
  • 3 વર્ષથી નાસતી ફરતી 'લુટેરી દુલ્હન' નાસિકથી ઝડપાઈ
  • લગ્નના નામે લૂંટ, દોઢ લાખ રોકડા અને દાગીના લઈને ફરાર થનાર મહિલાની ધરપકડ
  • લગ્નના બહાને છેતરપિંડી કરતી ટોળકીની મુખ્ય સૂત્રધાર જેલના સળિયા પાછળ

LOOTERI DULHAN: સુરતની ચોક બજાર પોલીસ (Chowk Bazar Police) ટીમને એક મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી નાસતી ફરતી ‘લૂંટેરી દુલ્હન’ (Fraudulent Bride) અંતે પકડાઈ છે. સુરત પોલીસે મહારાષ્ટ્રના નાસિક (Nashik) માંથી મુખ્ય સૂત્રધાર સહિત ટોળકીને ઝડપી પાડી છે. આ મહિલા લગ્ન કરવા ઈચ્છતા યુવકોને પોતાની જાળમાં ફસાવીને રોકડ અને દાગીના લઈને ફરાર (Absconding) થઈ જતી હતી.

LOOTERI DULHAN 01_GUJARAT_FIRST

Advertisement

LOOTERI DULHAN: શું હતો સમગ્ર મામલો?

જાન્યુઆરી 2023માં સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં (Police Station) એક ભોગ બનનાર પીડિતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પીડિત જણાવ્યું હતું કે, તેને લગ્ન માટે તેણે હર્ષદભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. હર્ષદે ફરિયાદીની મુલાકાત અન્ય મધ્યસ્થીઓ સાથે કરાવી હતી. અને અંતે કવિતા સુનિલ વાઘ નામની મહિલા સાથે મુલાકાત (Meeting) કરાવી હતી.

Advertisement

આ પણ વાંચો--- Rajkot : બાઈક ધીમું ચલાવવાનું કહ્યું તો યુવક ટોળું લઈને તૂટી પડ્યો, જીવ બચાવવા મહિલા પોલીસ કર્મચારીના ઘરમાં ઘૂસી ગઈ પરંતુ...

LOOTERI DULHAN: લગ્નના નામે લાખોની ઉઘાડી લૂંટ

ફરિયાદીને કવિતા પસંદ પડતા સુરતમાં જ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ (Religious Rituals) મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્ન કરાવા બદલ આરોપીઓએ ફરિયાદી પાસેથી વિવિધ બહાને મોટી રકમ પડાવી હતી. રકમની વાત કરીએ તો, લગ્નના ખર્ચ પેટે રૂપિયા દોઢ લાખ રોકડા (Cash) મેળવ્યા હતા. લગ્નની દલાલી (Brokerage) પેટે 8.500 રૂપિયા ચૂકવાયા હતા. આ સિવાય અન્ય આરોપીઓને ભાડા પેટા 10 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

LOOTERI DULHAN 02_GUJARAT_FIRST

LOOTERI DULHAN: લગ્ન પછી ફરાર દુલ્હન

પીડિતના જણાવ્યાનુસાર, લગ્ન બાદ આરોપી કવિતા માત્ર ચાર-પાંચ દિવસ ફરિયાદીના ઘરે રહી હતી. ત્યારબાદ વતન જવાનું બહાનું (Excuse) કાઢી તે, નાસિક જવા રવાના થઈ હતી. ફરિયાદી તેને નાસિક બસ સ્ટેશન (Bus Station) સુધી મૂકવા ગયા હતા, જ્યાંથી તે કપડાં બદલવાના બહાને (Under the pretext of changing clothes) બહેનપણીના ઘરે ગઈ હતી. અને ત્યાંથી તે પરત ફરી જ નહોતી. તે પોતાની સાથે પહેરામણીના દાગીના અને કિંમતી કપડાં, જેની કિંમત આશરે 34 હજારથી વધુ હતી. આ બધુ જ લઈને નાસી છૂટી હતી.

LOOTERI DULHAN 03_GUJARAT_FIRST

LOOTERI DULHAN: પોલીસ કાર્યવાહી અને ધરપકડ

આ ગુનામાં (Crime) અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ (Arrest) થઈ ચૂકી હતી. પરંતુ મુખ્ય આરોપી (Main Accused) મહિલા ત્રણ વર્ષથી ફરાર હતી. ચોક બજાર પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના નાસિકમાંથી લૂંટેરી દુલ્હન એટલે કે મુખ્ય સૂત્રધાર કવિતાને દબોચી લીધી છે અને વધુ તપાસ (Investigation) હાથ ધરી છે.

આ પણ વાંચો--- SURAT: અર્નાકુલમ એક્સપ્રેસમાંથી લાખોના ચરસ સાથે ૩ શખ્સો ઝડપાયા, રેલવે પોલીસની મોટી કાર્યવાહી

 

Tags :
Advertisement

.

×