ભૂસ્ખલન થતાં રેલવે ટ્રેક ધોવાઈ
બીજી તરફ, મધ્ય રેલવે (Central Railway) ના પ્રભાવિત સેક્શનમાં ઠાકુરવાડી (Thakurwadi) અને મંકીહિલ (Monkey Hill) સ્ટેશન વચ્ચે ભૂસ્ખલન (Landslide) થતાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. આ ડબલ આફતના કારણે રેલવે પ્રશાસને અનેક મેઇલ, એક્સપ્રેસ અને પ્રીમિયમ ટ્રેનોને કાં તો રદ (Cancel) કરી છે, કાં તો તેમના રૂટ ડાયવર્ટ કર્યા છે.
મહારાષ્ટ્ર (Maharashtra) માં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે મુંબઈ અને ગુજરાતને જોડતા રેલવે વ્યવહાર પર આભ તૂટી પડ્યું છે. વેસ્ટર્ન રેલવે (Western Railway) ના જણાવ્યા અનુસાર, વસઈ રોડ (Vasai Road), નાલાસોપારા (Nallasopara), સફાળે (Saphale) અને કેલ્વે રોડ (Kelve Road) સ્ટેશનો વચ્ચે ભારે પાણી ભરાઈ જવાથી (Waterlogging) ટ્રેનોની અવરજવરને માઠી અસર થઈ છે.
બીજી તરફ, મધ્ય રેલવે (Central Railway) ના પ્રભાવિત સેક્શનમાં ઠાકુરવાડી (Thakurwadi) અને મંકીહિલ (Monkey Hill) સ્ટેશન વચ્ચે ભૂસ્ખલન (Landslide) થતાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. આ ડબલ આફતના કારણે રેલવે પ્રશાસને અનેક મેઇલ, એક્સપ્રેસ અને પ્રીમિયમ ટ્રેનોને કાં તો રદ (Cancel) કરી છે, કાં તો તેમના રૂટ ડાયવર્ટ કર્યા છે.
આ પ્રમુખ ટ્રેનો થઈ શોર્ટ ટર્મિનેટ અને કેન્સલ
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતથી મુંબઈ જતી નીચે મુજબની ટ્રેનોને અધવચ્ચે અટકાવી દેવામાં આવી છે:
કર્ણાવતી એક્સપ્રેસ (Karnavati Express): વલસાડ (Valsad) સ્ટેશનથી જ શોર્ટ ટર્મિનેટ કરાઈ.
અમદાવાદ-મુંબઈ પેસેન્જર (Ahmedabad Mumbai Passenger): વલસાડ (Valsad) થી ટર્મિનેટ કરાઈ.
જોધપુર-બાંદ્રા એક્સપ્રેસ (Jodhpur Bandra Express): વાપી (Vapi) સ્ટેશનથી જ ટર્મિનેટ કરાઈ.
સુરત-વિરાર મેમુ (Surat Virar MEMU): ઉમરગામ (Umargam) થી જ કેન્સલ કરવામાં આવી છે.
આ મુખ્ય ટ્રેનો ઉપરાંત, આ રૂટ પરથી પસાર થતી અન્ય તમામ લાંબા અંતરની ટ્રેનોના રૂટ ડાયવર્ટ (Route Divert) એટલે કે ચેન્જ કરવામાં આવ્યા છે, જેથી ટ્રેનોને સુરક્ષિત રીતે પસાર કરી શકાય.
વલસાડ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ, મુસાફરો અટવાયા
ટ્રેનો અચાનક રદ થવાને કારણે અને અધવચ્ચે સ્ટેશનો પર રોકી દેવાતા હજારો મુસાફરો (Passengers) ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને અલગ-અલગ સ્ટેશનો પર અટવાઈ પડ્યા છે. ખાસ કરીને વલસાડ રેલવે સ્ટેશન (Valsad Railway Station) ખાતે મુસાફરોની ભીડ જમા થઈ ગઈ છે. મુસાફરોની સુવિધા, ટ્રેનોની સચોટ માહિતી અને રિફંડની પ્રક્રિયા માટે રેલવે તંત્ર દ્વારા વલસાડ સ્ટેશન પર તાત્કાલિક ધોરણે એક વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.
રેલવેના એન્જિનિયરો અને ટેકનિકલ સ્ટાફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને યુદ્ધના ધોરણે ટ્રેકની મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વરસાદ ચાલુ હોવાથી કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે અને ટ્રેક સંપૂર્ણ સરખો થતાં હજુ થોડો સમય લાગી શકે તેમ છે.
આ પણ વાંચો: Saputara Landslide: સાપુતારામાં ભારે વરસાદ બાદ લેન્ડસ્લાઇડ, રસ્તો બંધ થતાં તંત્રની અપીલ, મુસાફરી કરતા પહેલાં આ વાંચી લેજો