Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: સચિન GIDCની એથર કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે

સુરતના સચિન GIDC વિસ્તારના એથર કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. વેરહાઉસમાં રાખેલા કેમિકલને કારણે 30થી વધુ પ્રચંડ બ્લાસ્ટ (Blasts) થયા, જેનાથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો છે. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ હાલ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસ કરી રહી છે.
surat  સચિન gidcની એથર કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ  ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે
Advertisement
  • Surat: સચિન GIDC વિસ્તારમાં ભીષણ આગ
  • એથર કંપનીના વેરહાઉસમાં આગ બેકાબૂ
  • વેરહાઉસમાં કેમિકલ હોવાથી 30થી વધુ બ્લાસ્ટ

Surat: સુરતના સચિન (Sachin) GIDC વિસ્તારમાં આજે એથર કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો  છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ (Fire Brigade) ની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Surat: કેમિકલના કારણે શ્રેણીબદ્ધ બ્લાસ્ટ

મળતી પ્રાથિક માહિતી મુજબ સચિન (Sachin) GIDCમાં આવેલી એથર કંપનીના વેરહાઉસમાં મોટી માત્રામાં કેમિકલનો જથ્થો સંગ્રહિત છે. તેમાં આગ લાગ્યા બાદ કેમિકલના સંપર્કમાં આવતાં જ એક પછી એક એમ 30થી વધુ પ્રચંડ બ્લાસ્ટ (Blasts) થયા છે. આ બ્લાસ્ટ એટલા શક્તિશાળી હતા કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો, જેના કારણે આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Advertisement

Advertisement

ફાયર ફાઈટિંગની કામગીરી ચાલુ

ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગ (Surat Fire Department) દ્વારા મેજર કોલ (Major Call) જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં 10થી વધુ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. પેપર મિલમાં કાગળનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે, જેને રોકવા માટે ફાયરના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

આ પણ વાંચોઃ Surat: અશ્લીલ વીડિયો બનાવી અસલી રંગ બતાવ્યો, પરિચિતોએ જ આધેડને હની ટ્રેપમાં ફસાવ્યા!

Tags :
Advertisement

.

×