Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat: મોડી રાત્રે ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ, ફાયર બ્રિગેડે માંડ માંડ પરિસ્થિતિ સંભાળી

Surat: સુરતના કામરેજ (Kamrej) વિસ્તારમાં મોડી રાત્રે આગની એક ભીષણ ઘટના સામે આવી છે, જેમાં અચાનક ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ બની હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.. ઘટનાની જાણ થતા જ સુરત અને કામરેજ ફાયર વિભાગની ટીમ તત્કાલ હરકતમાં આવી હતી. કુલ પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
surat  મોડી રાત્રે ભીષણ આગ  અનેક વાહનો બળીને ખાખ  ફાયર બ્રિગેડે માંડ માંડ પરિસ્થિતિ સંભાળી
Advertisement
  • સુરત(Surat) ના કામરેજ (Kamrej) નજીક મોડી રાત્રે ભીષણ આગ
  • દુકાન બહાર પાર્ક કરેલ વાહનોમાં લાગી ભીષણ આગ
  • બે કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં
  • આગ વિકરાળ બનતા જોવા મળી હતી અફરાતફરી

Surat: સુરત (Surat) ના કામરેજ (Kamrej) નજીક આવેલી પર્લ હોટલની બાજુમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. અહીં આવેલી એક કબાડીની દુકાન બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

સુરત (Surat) ના કામરેજ (Kamrej) વિસ્તારમાં ભીષણ આગ

ઘટનાની જાણ થતા જ સુરત અને કામરેજ ફાયર વિભાગની ટીમ તત્કાલ હરકતમાં આવી હતી. કુલ પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગે કબાડીના સામાન અને વાહનોને લપેટમાં લીધા હોવાથી તેને ઓલવવી પડકારજનક બની હતી. ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

લોકોમાં ભારે ગભરાટ ફેલાયો

મોડી રાત્રે લાગેલી આ આગને કારણે આસપાસના રહીશો અને હોટલમાં રોકાયેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. હાઈવે નજીકનો વિસ્તાર હોવાથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર વિભાગે તેને કાબૂમાં લઈ લેતા મોટી જાનહાનિ ટળી હતી. આગ ઓલવાતા સ્થાનિકો અને વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેની પોલીસ તપાસ ચાલુ છે.

Advertisement

આ પણ વાંચો: Amreli:લગ્નપ્રસંગમાં 'રોટલી' માટે લોહિયાળ જંગ! જાનૈયાઓએ ટોળા પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો, 15 ઘાયલ

Tags :
Advertisement

.

×