ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral Video: ચૈતર વસાવાના બુટલેગર સાથે ઠુમકા! વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Viral Video: સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે.
04:19 PM Mar 02, 2025 IST | VIMAL PRAJAPATI
Viral Video: સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે.
MLA Chaitar Vasava
  1. AAPના ધારાસભ્યનો બુટલેગર સાથે ટિમલી ડાન્સ!
  2. ધારાસભ્ય ચૈતર વસાવાનો વીડિયો થયો વાયરલ
  3. ચૈતર વસાવાના ખભે હાથ મુકીને નાચ્યો બુટલેગર બુધિયો

Viral Video: સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં એવું છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક વ્યક્તિ સાથે ટિમલી ડાન્સ કરી રહ્યાં છે. જો કે, પ્રશ્ન એ નથી તે તેઓ ટિમલી ડાન્સ કરી રહ્યાં છે, પરંતુ વીડિયો વાયરલ થવાનું કારણે એવું સામે આવ્યું છે કે, તેઓ બુટલેગર સાથે ડાન્સ કરીને રહ્યાં છે. આખરે બુટલેગર સાથે ધારાસભ્ય ચૈતર વસાવાઓ શા માટે ડાન્સ કરવો પડ્યો?

આ પણ વાંચો: Gujarat : સુરતમાં સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ, HVAC સિસ્ટમ લગાવાઇ

કોસંબાનો બુધો ઉર્ફે બુધિયો હોવાનું સામે આવ્યું

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સુરતમાં કોઈ પ્રસંગમાં ગયાં હતાં અને ત્યાં ટિમલી ડાન્સ કર્યો હતો. ચૈતર વસાવાના ખભે હાથ મુકીને બુટલેગર બુધિયો સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. શું આવું વર્તન ધારાસભ્યને શોભે તેવું છે? નોંધનીય છે કે, તેમની સાથે ડાન્સ કરતો કોસંબાનો બુધો ઉર્ફે બુધિયો હોવાનું સામે આવ્યું છે. એક બુટલેગર સાથે ડાન્સને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા સામે અનેક સવાલો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Amreli : નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી, મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ

બુટલેગર સાથે ડાન્સને લઈ ચૈતર સામે અનેક સવાલ

સુરતમાં કોઈ એક કાર્યક્રમમાં જવું અને ત્યાં જઈને બુટલેગર સાથે ટિમલી ડાન્સ કરવો એ ધારાસભ્યને શોભે તેવું વર્તન નથી. બુટલેગર સાથે શા માટે ડાન્સ કરવો પડ્યો? શું ચૈતર વસાવાનો આ બુટલેગર સાથે શું સંબંધ છે? આ વીડિયો વાયરલ થયા પછી આવા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. જો કે, અત્યારે આ વીડિયો મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી. પરંતુ વીડિયોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહીં છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Next Article