Mock Drill in Surat : આવતીકાલે સાંજે 5 વાગે મોકડ્રીલ, 7.30 વાગે બ્લેકઆઉટ, તંત્રે કરી આ અપીલ
- આવતીકાલે સાંજે 5 વાગ્યા વચ્ચે મોકડ્રિલનું આયોજન (Mock Drill in Surat)
- 5 વાગ્યે સુરતમાં તમામ સરકારી જગ્યા પર સાયરન વગાડવામાં આવશે
- સુરતમાં 51 સાયરન સ્થાપિત કરાયા, 7 :30 વાગ્યે બ્લેકઆઉટ થશે
- લોકો પણ સ્વંય ભૂ આ બ્લેક આઉટમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી
Mock Drill in Surat : ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે (India-Pakistan) કેન્દ્ર સરકારે 7 મે 2025 નાં રોજ દેશભરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે મોકડ્રીલનું આયોજન કરવા તમામ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે, જેનાં ભાગરૂપે આજે સરકાર દ્વારા 244 જિલ્લાઓની યાદી આપી છે જ્યાં 7 મેના રોજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલનું (Mock Drill) આયોજન કરવામાં આવશે. ત્યારે, ગુજરાતમાં પણ 15 જેટલા જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજાશે. આ જિલ્લાઓમાં સુરત પણ સામેલ છે. અહીં, આવતીકાલે સાંજે 5 વાગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવશે.
સુરતમાં 51 જેટલા સાયરન સ્થાપિત કરવામાં આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં આવતીકા3લે સાંજે 5 વાગે મોકડ્રીલ (Mock Drill in Surat) યોજાશે. સુરતમાં 51 જેટલા સાયરન સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સાયરન બે મિનિટ સુધી ચાલશે. ઉપરાંત, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની પ્રાઇવેટ કંપનીઓને પણ અપીલ કરાઈ છે કે તેઓ પોતાના સાયરન 2 મિનિટ સુધી વગાડે. જ્યારે, સાંજે 5 વાગ્યે સુરતમાં તમામ સરકારી જગ્યા પર સાયરન વગાડવામાં આવશે. જો કે, આ મોકડ્રીલથી નાગરિકોએ ડરવાની જરૂર નથી.
India Attack on Pakistan: મોકડ્રીલને લઇ Gujarat માં શું તૈયારી, ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi @sanghaviharsh @CMOGuj #PahalgamAttack #HarshSanghavi #emergencyalerts #gujaratsiren #Warning #securitypreparedness #GujaratFirst pic.twitter.com/xHE9d1gIEH
— Gujarat First (@GujaratFirst) May 6, 2025
આ પણ વાંચો - Surat: મિશન હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓમાં ભયનો માહોલ, ફાયર વિભાગ ઘટના સ્થળે
હાઇરાઇઝમાં આગ, હવાઈ હુમલો, બિલ્ડિંગ નુકસાન બાબતે મોકડ્રીલ
માહિતી અનુસાર, સુરતમાં આવતીકાલે સાંજે 5 થી 6:30 સુધી સુરતનાં અલગ-અલગ 5 વિસ્તારમાં આગ લાગવાનાં કિસ્સા, પોલીસ તૈયારી જેવી બાબતે મોકડ્રીલ કરાશે. હાઇરાઇઝમાં આગ, હવાઈ હુમલો, બિલ્ડિંગ નુકસાન આ બાબતે અલગ-અલગ પરિસ્થિતિનું મોકડ્રીલ કરાશે. ઇમરજન્સીમાં કેવી સ્થિતિ ઊભી થાય તે માટે તૈયારી અંગે માહિતી અપાશે. સુરતમાં સિટી અને રૂરલમાં 5 થી 6 જગ્યા પર મોકડ્રીલનું આયોજન કરાશે.
આ પણ વાંચો - Ahmedabad: ચંડોળા તળાવ ડિમોલિશન મામલો,કોર્ટ-બાંધકામ ગેરકાયદે છે તે ધ્યાને આવ્યું છે
સાંજે 7 :30 વાગ્યે બ્લેકઆઉટ થશે
સુરતમાં સાંજે 7 :30 વાગ્યે બ્લેકઆઉટ (Blackout) થશે, જેમાં તમામે લાઈટ બંધ રાખવી પડશે. નાગરિકોને અપીલ કરાઈ કે તેઓ પણ ઘરની લાઈટો બંધ કરે. કોર્પોરેશન તેમ જ ગ્રામ્ય એરિયાની તમામ સ્ટ્રીટ લાઈટ, સિગ્નલ બંધ રાખવામાં આવશે. અડધી કલાક સુધી લોકોને બ્લેકઆઉટનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. હોસ્પિટલનાં ICU છોડીને તમામ જગ્યા પર બ્લેકઉટ કરાશે. લોકો પણ સ્વંય-ભૂ આ બ્લેકઆઉટમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. મોકડ્રિલ દરમિયાન અલગ-અલગ વિસ્તારમાં પોલીસની ગાડીઓ તહેનાત રહેશે.
આ પણ વાંચો - ISKCON Bridge Accident Case: જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલનાં હવાતીયા, કોર્ટે આપ્યો મોટો ઝટકો