Morari Bapu: માલધારીનું અદ્ભૂત સાહસ, સિંહણના હુમલાની ઘટના અંગે રામ કથામાં કરી આ વાત
મોરારી બાપુએ હરિદ્વાર રામ કથામાં પાલિતાણાના ગરાજીયા ગામના માલધારી યુવાનના અદ્ભૂત સાહસની વાત કરી છે. સિંહણ દ્વારા ઘેરાયેલા હોવા છતાં, યુવાને અસાધારણ ધીરજથી પોતાનો જીવ બચાવ્યો હતો. બાપુએ આ ઘટનાને ભગવાન કૃષ્ણના કાલીનાગ વિજય સાથે જોડીને સૌરાષ્ટ્રના શૌર્ય અને દૈવી મનોબળને બિરદાવ્યું હતું અને આ પ્રદેશને 'સિંહની ભૂમિ' તરીકે ગૌરવ અપાવ્યું હતું.
Advertisement
Morari Bapu: હરિદ્વાર ખાતે ચાલી રહેલી પવિત્ર રામ કથા (Ram Katha) દરમિયાન લોકપ્રિય કથાકાર મોરારી બાપુએ સૌરાષ્ટ્રના એક અત્યંત રોમાંચક અને હિંમતભર્યા કિસ્સાને યાદ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાપુએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા (Garajiya) ગામે બનેલી એક વાસ્તવિક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેણે સૌરાષ્ટ્રના સાહસિક વારસાને ફરી એકવાર દેશ સામે ઉજાગર કર્યો છે.

