Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat:"મારા કપડાં ઉતારી યાતનાઓ આપી": પીડિતનો ચિરાગ ગોટી પર ગંભીર આરોપ

Surat: સુરતમાં છેલ્લા ઘણા સમયથી જેનું નામ ચર્ચામાં છે તેવા ચિરાગ ગોટી (Chirag Goti) ના આતંકનો ભોગ બનનારા લોકો હવે હિંમત કરીને સામે આવી રહ્યા છે. 8 માસથી પોલીસ ચોપડે વોન્ટેડ ચિરાગ ગોટીએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની ટકોર બાદ આખરે સરેન્ડર કરવું પડ્યું હતું.
surat  મારા કપડાં ઉતારી યાતનાઓ આપી   પીડિતનો ચિરાગ ગોટી પર ગંભીર આરોપ
Advertisement
  • સુરત (Surat)માં ચિરાગ ગોટી (Chirag Goti) ના આતંકના વધુ પુરાવા આવ્યા સામે
  • પોતાની જ કંપનીના ટેન્કરના ડ્રાઇવરને ઢોર માર માર્યો
  • ટેન્કરમાં પથ્થર નાખ્યા હોવાની શંકા રાખી ઢોર માર માર્યો
  • ચિરાગ ગોટી હાલ પોલીસ કસ્ટડી હેઠળ

Surat: સુરતમાં છેલ્લા ઘણા સમયથી જેનું નામ ચર્ચામાં છે તેવા ચિરાગ ગોટી (Chirag Goti) ના આતંકનો ભોગ બનનારા લોકો હવે હિંમત કરીને સામે આવી રહ્યા છે. 8 માસથી પોલીસ ચોપડે વોન્ટેડ ચિરાગ ગોટીએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની ટકોર બાદ આખરે સરેન્ડર કરવું પડ્યું હતું. હાલ તે સિંગણપોર પોલીસ (Singanpore Police) કસ્ટડીમાં ચાર દિવસના રિમાન્ડ પર છે, ત્યારે તેના કાળા કરતૂતોના ચિઠ્ઠા એક પછી એક ખુલી રહ્યા છે.

ભાગીદારને ફસાવવાનું ષડયંત્ર અને લૂંટના આરોપ

ચિરાગ ગોટી પર પોતાની જ 107 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના ભાગીદારને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાનો ગંભીર આરોપ છે. પીડિત જીગ્નેશ વ્યાસે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ચિરાગ અને યુવરાજે તેને ઘરે બોલાવી ઢોર માર માર્યો હતો અને કપડાં ઉતારી અમાનવીય યાતનાઓ આપી હતી. એટલું જ નહીં, પીડિતની પત્નીના ઘરેણાં, બેંક બેલેન્સ અને જમીન-પ્લોટ પણ આ શખ્સે પચાવી પાડ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. જીગ્નેશ વ્યાસ અને અલ્પેશ મિયાણી સહિતના ભોગ બનનારા લોકોની હવે લાઇન લાગી છે.

Advertisement

Advertisement

હથિયારોનો રોફ અને ગેરકાયદે ફાયરિંગ

ચિરાગ ગોટીના આતંકના વધુ પુરાવા રૂપે તેના સોશિયલ મીડિયા પર પિસ્તોલ સાથેના ફોટા અને જાહેરમાં ફાયરિંગ કરતા વીડિયો સામે આવ્યા છે. લાયસન્સ વગરની પિસ્તોલ રાખી તે લોકોમાં રોફ જમાવતો હતો. ગણેશ વિસર્જન દરમિયાન અને સોસાયટીની વાડીમાં પણ તેણે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત, શંકાના આધારે પોતાની જ કંપનીના ટેન્કર ડ્રાઇવરને ક્રૂરતાપૂર્વક માર મારવાના પુરાવા પણ મળ્યા છે.

પોલીસ તપાસ અને ન્યાયની અપીલ

સુરત પોલીસ કમિશનરે આ કેસની ગંભીરતાને જોઈને તપાસ SOG (Special Operations Group) ને સોંપી દીધી છે. ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરવાના આરોપોની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આરોપી ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ સામે પણ તપાસનો ગાળિયો કસાયો છે. ભોગ બનેલા તમામ લોકોએ પોલીસ કમિશનરને મળીને કડક સજા અને યોગ્ય ન્યાય માટે આજીજી કરી છે.

આ પણ  વાંચો:  Studio On Wheels: જૂના અખાડાના સાધુ-સંતો સાથે ગુજરાત ફર્સ્ટેની ખાસ વાતચીત

Tags :
Advertisement

.

×