Murder in Surat: સુરતમાં કળિયુગી દીકરો, જમવાની બાબતમાં પિતાનું ગળુ દબાવ્યું અને માતાની હત્યા કરી
- Murder in Surat: કળિયુગી દીકરો કે રાક્ષસ?
- જમવાની બાબતમાં માતાની હત્યા કરી
- ઉધના હરિનગરમાં ખળભળાટ
- પોલીસે દીકરાની ધરપકડ કરી
Murder in Surat: સુરતના ઉધના હરિનગર વિસ્તારમાં 19 એપ્રિલ 2026 ના રોજ મોડી સાંજે હત્યાની ઘટના (Incident of murder) બની હતી. જમવાની બાબતને લઈ સામાન્ય બોલાચાલ થઈ હતી, જેમાં સગા પુત્રએ માતાની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોતાની બહેન માટે જમવાનું શા માટે નહીં બનાવ્યું કહી પુત્રએ ઝઘડો (Quarrel) કર્યો હતો. આ સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હરિનગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
Murder in Surat: પિતાનું ગળું દબાવ્યું અને માતાને મોતને ઘાટ ઉતારી
પુત્ર મેહુલ માતા પ્રતિક્ષા શાહ જોડે ઝઘડો કરતો હતો, ત્યારે પિતા હર્ષદ શાહ વચ્ચે પડ્યા હતા. આ સમયે ઉશ્કેરાયેલા પુત્ર મેહુલે પિતાનું ગળું દબાવતા (Strangling), વચ્ચે પડેલી માતાને ધક્કો મારતા પ્રતિક્ષાબેન મોતને ભેટી હતી. હત્યારો પુત્ર ડ્રાઇવિંગના ધંધા (Driving business) સાથે સંકળાયેલ છે. સગા પુત્રના હાથે જ માતાનું અવસાન થતા ઉધના હરિનગર વિસ્તારમાં બનેલી ઘટનાના પગલે ભારે શોક છવાયો છે.
Surat Crime: સુરતના ઉધનામાં સગા પુત્રએ માતાની હત્યા કરી
જમવા જેવી સામાન્ય બાબતે પુત્રએ કર્યો હતો ઝઘડો
પુત્ર મેહુલે પિતાનું ગળું દબાવતા માતા વચ્ચે પડી
ધક્કો મારતા માતા પ્રતિક્ષાબેન શાહનું કરુણ મોત
પિતાની ફરિયાદ બાદ હત્યારા પુત્રની કરાઈ ધરપકડ
19 એપ્રિલના રોજ બની હતી હિચકારી ઘટના… pic.twitter.com/z8XaY4DUMt— Gujarat First (@GujaratFirst) April 22, 2026
આ પણ વાંચો--- Rajkot માં સનસનીખેજ કિસ્સો, રિક્ષાચાલકે 4 વર્ષ સુધી મહિલાનું શોષણ કર્યાનો આરોપ
Murder in Surat: પિતાએ નોંધાવી ફરિયાદ અને પોલીસે કરી ધરપકડ
હત્યારા પુત્ર વિરુદ્ધ પિતાએ ઉધના પોલીસ મથકમાં (Police station) ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી હતી. આ ઘોર કળિયુગની ઘટનામાં વધુ તપાસ (Investigation) ઉધના પોલીસે હાથ ધરી છે. **19** એપ્રિલ 2026 ના રોજ બનેલી આ ઘટનાએ માનવતા પર સવાલ ઉભા કર્યા છે.
આ પણ વાંચો---- Ahmedabad Kalu Bharwad: ‘તમારા લીધે મારે સાંભળવું પડે છે...’ જનતાએ માંગ્યો હિસાબ તો ઉમેદવારે કોન્ટ્રાક્ટરને આપી બીભત્સ ગાળો


