Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narmada : ધારાસભ્ય Chaitar Vasava સામે ગંભીર આરોપો સાથે વધુ એક ફરિયાદ, વાંચો શું છે મામલો ?

આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે, સ્થાનિક નેતાઓની મિલીભગતથી આ ફરિયાદ થઈ છે.
narmada   ધારાસભ્ય chaitar vasava સામે ગંભીર આરોપો સાથે વધુ એક ફરિયાદ  વાંચો શું છે મામલો
Advertisement
  1. ડેડીયાપાડાનાં ધારાસભ્ય Chaitar Vasava વિરુદ્ધ વધુ એક ફરિયાદ
  2. પોલીસની ફરજમાં રુકાવટ, અન્યનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ
  3. સ્થાનિક નેતાઓની મિલીભગતથી ફરિયાદ થઈ : ચૈતર વસાવા

નર્મદા જિલ્લાનાં (Narmada) ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર GIDC પોલીસ મથકનાં PSI એ આ ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસની ફરજમાં રુકાવટ અને અન્યનો જીવ જોખમમાં મુકવાનો આરોપ કરાયો છે. આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે, સ્થાનિક નેતાઓની મિલીભગતથી આ ફરિયાદ થઈ છે. અમારો અવાજ દબાવવા આ ફરિયાદ કરાઈ છે. પરંતુ, અમારો અવાજ દબાવાનો નથી.

આ પણ વાંચો - Ahmedabad : લવજેહાદ, ગૌ હત્યા અને ડિમોલિશન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્ત્વનું નિવેદન!

Advertisement

Advertisement

મૃતકોનાં પરિવારજનો, સગા-સંબંધીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડાનાં (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવા સામે અંકલેશ્વર GIDC પોલીસ મથકે પોલીસ સબ ઇન્સ્પેકટર એ.વી. શિયાળિયાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પોલીસની ફરજમાં રુકાવટ અને અન્યોનો જીવ જોખમમાં મુકવાનો આરોપ કરાયો છે. ડેટોક્ષ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં 4 કામદારોનાં મોત બાદની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં આરોપ કરાયો છે કે, કંપનીમાં અકસ્માતનું જોખમ હોવા છતાં ચૈતર વસાવા (Chaitar Vasava) અને નિરંજન વસાવા 8-10 માણસો સાથે પ્રવેશ્યા હતા. સાથે જ એવો પણ આરોપ કરાયો છે કે, ચૈતર વસાવા દ્વારા મૃતકોનાં પરિવારજનો અને સગા-સંબંધીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Banaskantha : મહાઠગ Niranjan Shrimali ની વધુ એક કરતૂત! માલિકની જાણ બહાર જ કરી દીધો દુકાનનો સોદો!

સ્થાનિક નેતાઓની મિલીભગતથી ફરિયાદ થઈ છે : ચૈતર વસાવા

આ સિવાય ઇમરજન્સી વાહનો અને શબવાહિનીને પ્રવેશતા અટકાવી હોવાના પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. બીજી તરફ ચૈતર વસાવાએ આ ફરિયાદ અંગે પ્રતિક્રિયા આપી આરોપ લગાવ્યો કે, સ્થાનિક નેતાઓની મિલીભગતથી ફરિયાદ થઈ છે. અમારો અવાજ દબાવવા આ ફરિયાદ કરાઈ છે, પરંતુ, અમારો અવાજ બદાવાનો નથી. ચૈતર વાસાવાએ આગળ કહ્યું કે, ઘટનાનાં 8 દિવસ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમે હજારોની સંખ્યામાં જેલમાં બેસીશું. જણાવી દઈએ કે, તાજેતરમાં જ રાજપારડી પોલીસ મથકે પણ મંજૂરી વગર પદયાત્રા કાઢવા બાબતે ધારાસભ્ય સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો - Surat Honeytrap Case : 'શરમ નથી આવતી, ખરાબ ધંધા કરે છે' કહી 4.53 લાખ પડાવનાર મહિલા સહિત 2 ઝડપાયા

Tags :
Advertisement

.

×