Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : NEET ની પરીક્ષા વેળાએ દીકરીની કંઠી ઉતારતા પિતા ભડકયા, દીકરી ભાવુક બની રડી પડી

Surat માં NEETની પરીક્ષા વેળાએ દીકરીની કંઠી ઉતારતા પિતા ભડક્યા હતા અને હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવી તેમ કહેતા વિવાદ થયો હતો. લાહોર-રાવલપિંડીમાં થોડો છું, સુરતમાં છું ,તેવા શબ્દો યુવતીના પિતા બોલ્યા હતા અને પરીક્ષા કેન્દ્ર પર મામલો બિચકયો હતો.
surat   neet ની પરીક્ષા વેળાએ દીકરીની કંઠી ઉતારતા પિતા ભડકયા  દીકરી ભાવુક બની રડી પડી
Advertisement
  • Surat મા પરીક્ષા કેન્દ્ર પર કંઠીને લઈ વિવાદ થયો
  • વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો હતો
  • પોલીસે મામલો પાડયો થાળે
  • વિધાર્થીઓની પરીક્ષા ના બગાડો તેમ કહી સંચાલકોએ રસ્તો શોધ્યો
  • પરીક્ષા શરૂ થતા પહેલા દીકરી રડી પડી

Surat : સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર (exam centre) વિદ્યાર્થીઓને (students) કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો હતો, એક વાલીએ (parents) ભારે હોબાળો કરી પોતાની દીકરીને કંઠી પહેરાવવા માટે વર્ગખંડમાંથી (classroom) બહાર બોલાવી હતી, જો કે પરીક્ષામાં મોડું થતું હોવાથી દીકરીએ કંઠી પહેરવાનો ઈન્કાર કર્યો હતો અને આ દરમિયાન પિતાએ વધારે પડતું દબાણ કરતા દીકરી પરીક્ષા શરૂ થાય તે પહેલાં ભાંગી પડી હતી અને રડી પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પણ પિતાને તમે દીકરીની પરીક્ષા બગાડો છો કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો હતો

પરીક્ષા કેન્દ્રની બહાર પોતાની દીકરીને કંઠી કઢાવતા પિતા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તમે હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો હિન્દુની દીકરી એક્ઝામ આપવા જાય ને કંઠી કાઢી નાખે? તમે હિજાબ ઉતરાવી ન શકો, કોઈ વાંધો નહીં, હિજાબ રાખો, બુરખો રાખો, ટોપી પહેરો પણ હિન્દુની દીકરા-દીકરી પરીક્ષા આપે તો કંઠી શું કામ કાઢી નાખે? કોઈ એમાં ઈશ્યુ હોય તો કહો મને. હું થોડો લાહોર, કરાચી કે રાવલપિંડીમાં ઊભો છું? હું હિન્દુનો દીકરો છું અને અહીંયા હિન્દુસ્તાનમાં સુરતમાં ઊભો છું. તો આસપાસ રહેલા વાલીઓ વચ્ચે પડયા હતા અને મામલો થાળે પાડયો હતો.

Advertisement

surat gujarat first

Advertisement

Surat : દીકરીએ કંઠી પહેરવાનો ઈન્કાર કર્યો હતો

જો કે એકવાર કંઠી ઉતારી દીધી હતી અને દીકરી વર્ગખંડમાં ગઈ હતી અને ત્યારબાદ પિતાએ ફરી કંઠી પહેરવાનું કહેતા દીકરીએ કંઠી પહેરી ન હતી. આ દરમિયાન પિતાએ વધારે પડતું દબાણ કરતા દીકરી પરીક્ષા શરૂ થાય તે પહેલાં ‘ભાંગી’ પડી હતી અને રડી પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પણ પિતાને તમે દીકરીની પરીક્ષા બગાડો છો કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : Surat: અલથાણમાં સગીરાની છેડતી બાદ આક્રોશ, ગણતરીની મિનિટોમાં આરોપી ઝડપાયો

Tags :
Advertisement

.

×