Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat SOG Big Action: ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર, આંકડા જોઈને ચોંકી જશો!

Surat Police Drug Bust: સુરતમાં 'નો ડ્રગ્સ ઇન સુરત સીટી' અભિયાન હેઠળ એસઓજી (SOG) એ વર્ષ 2025-26માં 327 નાર્કોટેક્સના કેસ નોંધીને ₹14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 450 આરોપીઓને જેલભેગા કર્યા છે. આ ઉપરાંત, અગાઉ પકડાયેલા 140થી વધુ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન કરવા કડક ચેતવણી આપી છે.
surat sog big action  ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર  આંકડા જોઈને ચોંકી જશો
Advertisement

No Drugs In Surat City: સુરત (Surat) શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરેટ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સીટી' (No Drugs In Surat City) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ખાસ ડ્રાઇવ અંતર્ગત સુરત પોલીસ અને એસઓજી (SOG - Special Operations Group) ની ટીમે નશાયુક્ત પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરનારા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. વર્ષ 2025-26 દરમિયાન સુરતમાં નશાના કારોબાર સાથે જોડાયેલા ગુનેગારો સામે અભૂતપૂર્વ અને કડક કાયદાકીય એક્શન લેવામાં આવ્યા છે.

327 નાર્કોટેસ્ટના કેસ અને ₹14 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરત એસઓજી (Surat SOG) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ 2025-26માં સઘન ચેકિંગ અને ઓપરેશન્સ હાથ ધરીને કુલ 327 નાર્કોટેક્સના કેસો (Narcotics Cases) દાખલ કરવામાં આવ્યા છે. આ સફળ કાર્યવાહી દરમિયાન પોલીસે અલગ-અલગ જગ્યાએથી અંદાજે ₹14 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થોનો મુદ્દામાલ (Seized Property) જપ્ત કર્યો છે. સુરત સંગઠિત ક્રાઈમ અને ડ્રગ્સ માફિયાઓની કમર તોડવા માટે આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

Advertisement

450 આરોપીઓ જેલભેગા: પેડલર્સમાં ફફડાટ

આ મેગા ડ્રાઇવ અંતર્ગત સુરત પોલીસે નશાના કાળા કારોબારમાં સંડોવાયેલા અને નેટવર્ક ચલાવતા કુલ 450 આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલભેગા (Imprisoned) કર્યા છે. આ કાર્યવાહીને પગલે ડ્રગ્સ પેડલર્સ અને સપ્લાયર્સમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવતા આ રેકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ હજુ પણ અલગ-અલગ કડીઓ જોડી રહી છે.

Advertisement

140થી વધુ પકડાયેલા ગુનેગારોનું કડક ઇન્ટ્રોગેશન અને ચેતવણી

માત્ર નવા કેસ કરવા જ નહીં, પરંતુ ગુનાખોરીને જડમૂળથી ડામવા માટે એસઓજી દ્વારા એક વિશેષ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. અગાઉ નાર્કોટેક્સના કેસમાં પકડાયેલા 140થી વધુ આરોપીઓને પોલીસ મથકે બોલાવીને તેમનું સઘન ઇન્ટ્રોગેશન (Interrogation) એટલે કે પૂછપરછ કરવામાં આવી હતી. આ તમામ હિસ્ટ્રીશીટર્સ અને શંકાસ્પદોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે, તેમજ તેમને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની નાર્કોટેક્સ પ્રવૃત્તિમાં સામેલ નહીં થવા માટે કડક શબ્દોમાં આખરી ચેતવણી (Warning) આપવામાં આવી છે.

આ પણ વાંચો: Valsad ATS ની મોટી રેડ: ભંગારના ગોડાઉનમાંથી મળ્યું લાખોનું ડ્રગ્સ! બેની ધરપકડ

Tags :
Advertisement

.

×