Surat: વૃદ્ધને Honey Trap માં ફસાવી 1.15 લાખ પડાવ્યાં, પોલીસે કરી ત્રણ લોકોની ધરપકડ
- વરાછા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધને Honey Trap માં ફસાવ્યાં હતાં
- વૃદ્ધ પાસેથી સોનાની વીંટી સહિત 1.15 લાખ રૂપિયા પડાવ્યા હતા
- એક મહિલા સહિત ત્રણ ઈસમોની વરાછા પોલીસે કરી ધરપકડ
Surat Honey Trap Case: સુરતમાં એક વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીંટી સહિત 1.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત ત્રણ ઈસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણ આરોપીમાં મહિલા મનીષા, નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઈસમનો સમાવેશ થાય છે. આરોપીઓને આવી રીતે અન્ય કોઈ વ્યક્તિઓને હનીટ્રેપ માં ફસાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તેની વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.
આ પણ વાંચો: પોલીસને પડકાર ફેકનારા બે નબીરા ઝડપાયા, જાહેરમાં છરી રાખી વીડિયો બનાવી કર્યો હતો વાયરલ
આવી રીતે વૃદ્ધને Honey Trap નો શિકાર બનાવવામાં આવ્યાં
સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી હનીટ્રેપની ઘટનામાં એક વૃદ્ધ શિકાર બન્યા હતા. વરાછા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધ 30 ડિસેમ્બરના રોજ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે મનીષાએ વૃદ્ધને સ્માઈલ આપી હતી અને ત્યારબાદ વૃદ્ધનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. બંને વચ્ચે મિત્રતા બંધાયા બાદ મહિલાએ પોતાના પ્રેમ જાળમાં આ વૃદ્ધને ફસાવ્યા હતા અને વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃદ્ધને બોલાવ્યા હતા.ત્યારબાદ મકાનના ત્રીજા માળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું.
વીડિયો ઉતારી વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કર્યા
વૃદ્ધ દ્વારા જ્યારે કપડા ઉતારવામાં આવ્યા ત્યારે તરત જ રૂમમાં બે ઈસમો આવી પહોંચ્યા અને મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો અને વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કર્યા હતા. આ ઉપરાંત વૃદ્ધ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. ધમકીથી ડરી જઈને વૃદ્ધ પાસેથી સોનાની બે વીંટી અને રોકડા રૂપિયા સહિત 1.15 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ પણ વાંચો: FRC કરતા વધુ ફી ઉઘરાવતી વધુ એક શાળાને નોટિસ, યોગ્ય જવાબ નહીં આપે તો..
નિલેશ ગૌસ્વામી, ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ
આ સમગ્ર ઘટનામાં વૃદ્ધ દ્વારા પોતાના મિત્રને આ બાબતે વાત કરતા મિત્રએ વૃદ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા અને વૃદ્ધ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવતા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસે નિલેશ ગૌસ્વામી, ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનામાં અન્ય શામેલ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી
મહત્વનું છે કે, હની ટ્રેપની આ ઘટનામાં અન્ય બે મહિલાઓની પણ સંડોવણી સામે આવી છે. જે હાલ પોલીસ પકડથી દૂર છે. આ ગેંગ દ્વારા આ રીતે કેટલા વ્યક્તિઓને પોતાની જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે, તેની વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે. હની ટ્રેપ કરતી આ ગેંગના ફરાર અન્ય આરોપીઓની ધરપકડ બાદ અન્ય ગુનો ઉકેલાવાની શક્યતાઓ રહેલી છે.
અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો: સાયબર ઠગોએ પ્રોફેસર પાસેથી રૂપિયા 50 લાખ પડાવ્યાં, ઘરે આવીને પણ રૂપિયા લઈ ગયા હતાં
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો