Surat માં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે આક્રોશ, પોલીસ બંદોબસ્ત વચ્ચે જ આરોપીને લાફા ઝીંક્યા
- Surat માં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે રોષ
- અલથાણ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા
- સમાજની દીકરીની છેડતીના પગલે લોકોમાં આક્રોશ ફાટ્યો
- પોલીસ આરોપીને સાથે રાખી રી-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા
- કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાંકરીચાળો કરાયો
- રી-કન્સ્ટ્રક્શન દરમિયાન લોકોએ આરોપીને લાફા માર્યા
Surat: સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટનાને પગલે પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે, જેને પરિણામે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ જ્યારે આરોપી મોહમ્મદ અજીજને સાથે રાખીને ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી રહી હતી, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સુરક્ષા વચ્ચે જ આરોપી પર હુમલો કરી તેને લાફા ઝીંકી દીધા હતા.
Surat માં રી-કન્સ્ટ્રક્શન દરમિયાન ભારે હોબાળો
આ તંગદિલી દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાંકરીચાળો કરવામાં આવતા સ્થિતિ વધુ વણસી હતી, જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને શાંતિ જાળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Surat માં સગીરાની છેડતી મામલે પાટીદાર સમાજ લાલઘૂમ
સમાજના લોકોમાં સ્થાનિક ફેરિયાઓ અને લારી ધારકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે વિસ્તારમાં અનેક વિધર્મીઓ લારી લગાવી ધંધો કરે છે અને આવી અસમાજિક પ્રવૃત્તિઓ કરે છે. રોષે ભરાયેલા લોકોએ આ વિસ્તારમાંથી તમામ ફેરિયાઓને તાત્કાલિક ખસેડવાની અને ગેરકાયદે દબાણો પર બુલડોઝર (Bulldozer Action) ચલાવવાની માંગ કરી છે. આ સાથે જ આરોપી વિરુદ્ધ ફાસ્ટટ્રેક કોર્ટમાં (Fast-track Court) કેસ ચલાવી કડકમાં કડક સજા અપાવવાની માંગણી બુલંદ બની છે.
આરોપી મોહમ્મદ અજીજની ધરપકડ અને રી-કન્સ્ટ્રક્શન
પોલીસે છેડતી કરનાર આરોપી મોહમ્મદ અજીજ ઇમતીયાઝની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પણ લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
શાંતિ જાળવવા પોલીસની અપીલ
અલથાણમાં સ્થિતિ ગંભીર હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે. શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે, છતાં સમાજના લોકોમાં ન્યાયની માંગ સાથે ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Surat AAP Ticket Scandal: 18 લાખની માંગણી, 8 લાખમાં સોદો, AAP ના કાર્યકરો સામે ફરિયાદ


