ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi in Gujarat : માર્ચના પ્રથમ પખવાડિયામાં બે વખત ગુજરાત આવશે PM મોદી! વાંચો વિગત

રાજ્ય ગૃહમંત્રી Harsh Sanghvi તથા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના (Mukesh Patel) અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
07:30 PM Feb 28, 2025 IST | Vipul Sen
રાજ્ય ગૃહમંત્રી Harsh Sanghvi તથા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના (Mukesh Patel) અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
PM Modi_Gujarat_first 1
  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઇ તડામાર તૈયારીઓ (PM Modi in Gujarat)
  2. માર્ચ મહિનાનાં પ્રથમ પખવાડિયામાં બે વખત પીએમ મોદી ગુજરાત આવશે
  3. પ્રથમ ફેઝમાં જામનગર અને સાસણની મુલાકાત તે તેવી સંભાવના
  4. બીજા ફેઝમાં પીએમ મોદી સુરતની મુલાકાત લેશે, તૈયારીઓને લઈ બેઠક યોજાઈ
  5. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી

PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાનાં છે. માર્ચ મહિનાનાં પ્રથમ પખવાડિયામાં બે વખત પીએમ મોદી ગુજરાત આવશે. પ્રથમ ફેઝમાં જામનગર (Jamnagar) અને સાસણની (Sasan Gir) મુલાકાત સંભવતઃ છે. જ્યારે બીજા ફેઝમાં પીએમ મોદી સુરતની (Surat) મુલાકાત લેશે. પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે.

માર્ચ મહિનાનાં પ્રથમ પખવાડિયામાં બે વખત ગુજરાતની મુલાકાતે PM મોદી!

પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનાનાં પ્રથમ પખવાડિયામાં બે વખત ગુજરાતની મુલાકાત લેશે. પ્રથમ ફેસમાં જામનગર અને સાસણની મુલાકાત સંભવતઃ છે. 1 લી માર્ચની સાંજે પીએમ મોદી જામનગરમાં આવશે. અહીં, ઐતિહાસિક સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે રિલાયન્સ દ્વારા તૈયાર કરાયેલ વનતારા પક્ષી-પ્રાણી સંગ્રહાલય-ઉછેર સેન્ટરની મુલાકાત લેશે. ત્યાર બાદ પીએમ મોદી નાંદુરસ્ત રહેતા જામ સાહેબ સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે. વડાપ્રધાનની જામનગર મુલાકાતને લઈને વહીવટી પ્રસાસન સજ્જ થયું છે. પીએમ વિઝિટને લઇ સુરક્ષા અને વ્યવસ્થા સબંધિત તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના SPG કાફલાની સાથે રાજ્યનાં 1510 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. માહિતી અનુસાર, 6 IPS, 31 DySP, 67 PI અને 150 થી વધુ PSI આ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે.

આ પણ વાંચો - PM Modi in Surat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે સુરતની મુલાકાતે! વાંચો વિગત

પીએમ મોદીનાં પ્રવાસને લઈ સુરક્ષા-વ્યવસ્થાની તડામાર તૈયારીઓ

માહિતી અનુસાર, 2 જી માર્ચનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ ગીર (Sasan Gir) ખાતે 'વલ્ડ વાઈલ્ડલાઈફ ડે' અંતર્ગત સાસણમાં વિશેષ બેઠકમાં ભાગ લઈ શકે છે. 3 માર્ચની સવારે સાસણમાં PM મોદી સિંહ દર્શન પણ કરશે. ગીર સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust) અને વહીવટી તંત્ર દ્વારા પણ તાડામાર તૈયારીઓ કરાઈ રહી છે. સોમનાથ હેલીપેડથી લઈ સર્કિટ હાઉસ સુધીનાં રોડ-રસ્તાઓ પર સમારકામ હાથ ધરાયું છે. વડાપ્રધાનને આવકારતા હોર્ડિંગ્સ પણ ઠેરઠેર લગાવવાની કામગીરી હાથ ધરાઇ છે.

આ પણ વાંચો - Ahmedabad: ખાનગી શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ આજથી શરૂ, ખોટા ફોર્મ ભરશો તો થશે કાર્યવાહી

PM મોદીનાં સુરત પ્રવાસને લઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠક યોજાઈ

માહિતી મુજબ, બીજા ફેઝમાં પીએમ નરેન્દ્ર મોદી 7 માર્ચનાં રોજ સુરતની મુલાકાતે (PM Modi in Gujarat) આવશે. અહીં, લિંબાયત વિસ્તારમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. પુરવઠા વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી વૃદ્ધ સહાય પેન્શન યોજનાનાં કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં કરશે એવી શક્યતાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) સુરતનાં પ્રવાસને લઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) તથા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના (Mukesh Patel) અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પંચાયતનાં પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાનાં તમામ હોદ્દેદરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો - NFSU-રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ

Tags :
Gir-SomnathGUJARAT FIRST NEWSHarsh SanghviJamnagarMukesh PatelPM Modi In GujaratSasan GirSomnath TrustSuratTop Gujarati NewsWorld Wildlife Day
Next Article