Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી સેલવાસ પહોંચ્યા, દીવમાં 150 કરોડ અને દમણમાં 105 કરોડના વિકાસકામોનું લોકાર્પણ

સેલવાસનાં સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક PM મોદી વિશાળ સભાને સંબોધિત કરી.
pm મોદી સેલવાસ પહોંચ્યા  દીવમાં 150 કરોડ અને દમણમાં 105 કરોડના વિકાસકામોનું લોકાર્પણ
Advertisement
  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણની મુલાકાતે
  2. સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પાસે PM મોદી જંગી સભાને સંબોધી
  3. 105 કરોડનાં ખર્ચે દમણમાં વિકાસના 7 કામોનું લોકાર્પણ
  4. 150 કરોડ રૂપિયાનાં ખર્ચે દીવમાં વિકાસનાં કામોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે (PM Modi in Gujarat) છે. આજે વડાપ્રધાન દિલ્હીથી સુરત આવ્યા અને હવે સેલવાસ (Silvassa) પહોંચ્યા છે. અહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 2587 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સેલવાસનાં સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક PM મોદી વિશાળ સભાને સંબોધિત કરી.

આ પણ વાંચો - Surat: એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, હવે સેલવાસ જવા રવાના

Advertisement

Advertisement

સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક વિશાળ જનસભાને સંબોધિત કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતથી સેલવાસ (PM Modi in Gujarat) પહોંચ્યા છે. પીએમ મોદી સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક વિશાળ જનસભાને સંબોધિત કરી. દરમિયાન, રૂ. 2587 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આજે સેલવાસની નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. પીએમ મોદી દમણમાં સી-ફ્રન્ટ રોડ પરનાં ટ્રેક પર ટોય ટ્રેનનું લોકાર્પણ કરશે.

આ પણ વાંચો - PM Modi in Gujarat : આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, વાંચો વિગત

દીવ અને દમણમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ

ઉપરાંત, પીએમ મોદી દીવમાં (Diu) નવા સર્કિટ હાઉસનું લોકાર્પણ કરશે. જણાવી દઈએ કે, દમણમાં (Daman) રૂ. 105 કરોડના ખર્ચે વિકાસનાં 7 કામોનું લોકાર્પણ કરશે. જ્યારે રૂ. 150 કરોડનાં ખર્ચે દીવમાં વિકાસકામોનું લોકાર્પણ કરશે. જણાવી દઈએ કે સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ (CR Patil), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને અન્ય મંત્રીઓ સહિત સુરતનાં અગ્રણીઓ હાજર હતા.

આ પણ વાંચો - Jamnagar: વેપારીને મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો અને પછી માંગ્યા અધધ રૂપિયા, મામલો પોલીસ મથકે પહોંચ્યો

Tags :
Advertisement

.

×