ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: શહેરમાંથી વધુ એક બોગસ તબીબની પોલીસે કરી ધરપકડ, કરતો હતો એલોપેથીની પ્રેક્ટિસ

Surat: લસકાણા ડાયમંડ નગર ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતા આ બોગસ તબીબને સુરત એલસીબીની ટીમે રંગે હાથ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો છે.
11:49 PM Feb 11, 2025 IST | VIMAL PRAJAPATI
Surat: લસકાણા ડાયમંડ નગર ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતા આ બોગસ તબીબને સુરત એલસીબીની ટીમે રંગે હાથ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો છે.
Surat bogus doctor
  1. બોગસ તબીબને સુરત એલસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો
  2. ડીગ્રી વગર લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરતો તબીબ
  3. એલસીબીની ટીમે દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

Surat: સુરતમાંથી વધુ એક મુન્નાભાઈ MBBS ની સુરત પોલીસે ધરપકડ કરી છે. લસકાણા ડાયમંડ નગર ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતા આ બોગસ તબીબને સુરત એલસીબીની ટીમે રંગે હાથ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો છે. કોઈપણ સરકાર માન્ય મેડિકલ ડીગ્રી ધરાવતો ના હોવા છતાં લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરી આરોપી મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જ્યાં એલસીબીની ટીમે ક્લિનિક પર છાપો મારી અલગ અલગ એલોપથીની દવા, ઇન્જેક્શન, ઓક્સીમીટર અને સર્જરી કીટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઢગલા બંધ બોગસ તબીબોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી

સુરતમાં બોગસ તબીબો સામે છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસે સપાટો બોલાવ્યો છે. હમણાં સુધી ઢગલા બંધ બોગસ તબીબોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જે કાર્યવાહી હજી પણ યથાવત જોવા મળી રહી છે. જ્યાં સુરત પોલીસે આવા જ એક બોગસ તબીબની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરત ડીસીપી આલોક વર્માના જણાવ્યાનુસાર lcb ઝોન - 1 ની ટીમને માહિતી મળી હતી કે, સુરતના લસકાણા સ્થિત ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શિવમ ક્લિનિક એન્ડ સ્કિન કેર નામનું ક્લિનિક આવેલ છે. જે ક્લિનિક માં મૂળ બિહારનો વતની કમલેશ રાય વગર મેડિકલ ડિગ્રી એલોપેથી સહિત અન્ય બીમારી થી પીડાતા લોકોની સારવાર કરે છે.

આ પણ વાંચો: મહેમદાબાદ નગરપાલિકામાં ભાજપની સીધી ટક્કર અપક્ષના ઉમેદવારો સાથે થશે

કમલેશ રાયને રંગેહાથ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યો

Lcb ઝોન - 1 દ્વારા મળેલી માહિતીના આધારે અહી છાપો મારવામાં આવ્યો હતો. જ્યાંથી બોગસ તબીબ કમલેશ રાયને રંગેહાથ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસે મેડિકલ ડિગ્રી અંગેના કોઈ પણ આધાર પુરાવા મળી આવતા નહોતા.આરોપી મેડિકલ ડિગ્રી વિના જ અહી મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને લોકોના આરોગ્ય તેમજ જીવ સાથે ચેડાં કરી રહ્યો હતો. Lcb ની ટીમે ક્લિનિક પર છાપો મારી એલોપેથી ની દવાનો જથ્થો, ઇન્જેક્શન, ઓક્સીમીટર, હિમોગ્લોબીનની ગોળીઓ અને બ્લડ પ્રેશર માપવાનું મશીન ઉપરાંત સર્જરી કીટ સહિત 39 હજારની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: લુણાવાડા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ લોકોનો મત, વાંચો આ અહેવાલ

આરોપી છેલ્લા ચાર વર્ષથી અહીં ક્લિનિક ચલાવતો હતો

પોલીસ તપાસમાં આરોપી છેલ્લા ચાર વર્ષથી અહીં ક્લિનિક ચલાવતો હતો. જ્યાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ક્લિનિક પર પોતે આઇ, હાર્ટ સહિત વિવિધ બીમારીઓનો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય તેમ બેનરો પર જાહેરાતો પણ મારવામાં આવી હતી. પોતે અગાઉ અન્ય ડોક્ટરના ત્યાં કમ્પાઉન્ડર તરીકેનું કામ શીખી આરોપીએ પોતાનું ક્લિનિક શરૂ કરી દીધું હતું. જ્યાં અંતે મુન્ના ભાઈ MBBS બની લોકોની આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરતાં બોગસ તબીબને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી LCB ઝોન - 1 દ્વારા હાથ ધરવામાં આવી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
AllopathyBogus doctorGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsLatest Surat NewsSuratSurat bogus doctorSurat newsSurat PoliceSurat Police action
Next Article