Kumarbhai Kanani : સાવરકુંડલામાં બેનર લાગતા રાજકારણ ગરમાયું! MLA કુમારભાઈ કાનાણીની પ્રતિક્રિયા
- સાવરકુંડલામાં MLA Kumarbhai Kanani ના બેનર લગાવવાનો મામલો
- બેનર લગાવવા મુદ્દે ધારાસભ્ય કુમારભાઈ કાનાણીની પ્રતિક્રિયા
- ખેડૂતને વાચા આપવા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે : કુમારભાઈ
- વાહવાહી લૂંટવા માટે મેં પત્ર નથી લખ્યો : કુમારભાઈ કાનાણી
Surat : સાવરકુંડલામાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના (MLA Kumarbhai Kanani) બેનર લગાવવા મામલે હવે ખૂદ MLA ની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ખેડૂતને વાચા આપવા માટે મેં મુખ્યમંત્રીને (CM Bhupendra Patel) પત્ર લખ્યો છે. વાહવાહી લૂંટવા માટે મેં પત્ર નથી લખ્યો. સરકાર જે સહાય આપે છે, તેનાથી ખેડૂતોની ભરપાઈ થવાની નથી. ખેડૂતોનાં દેવા મુદ્દે ચર્ચા કરવી જોઈએ કે કેવી રીતે દેવું ઓછું થાય? કોઈપણ પાર્ટીએ ખેડૂતો બાબતે રાજકારણ ન કરવું જોઈએ. નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં (Amreli) સુરત વરાછાનાં ધારાસભ્યનાં બેનરો લાગ્યા હતા, જેમાં દેવુ માફી માટે રજૂઆત કરવા બદલ ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો - Amreli : કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની પ્રતિક્રિયા, કહ્યું- પોસ્ટ મુદ્દે મારે..!
Amreli | 'ખેડૂતનું દર્દ સમજવા બદલ આભાર'
વરાછા MLAના સાવરકુંડલામાં બેનર લાગ્યાં | Gujarat FirstKumar Kanani : ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના નામે સાવરકુંડલામાં બેનર લાગ્યા
બેનરમાં લખવામાં આવ્યું છે કે, 'જય જવાન જય કિસાન, ખેડૂતનું સાચું દર્દ સમજવા બદલ આભાર"
ધારાસભ્ય કુમાર કાનાણીએ… pic.twitter.com/Tv4tUVvE5h— Gujarat First (@GujaratFirst) November 4, 2025
કોઈપણ પાર્ટીએ ખેડૂતો બાબતે રાજકારણ ન કરવું જોઈએ : Kumarbhai Kanani
અમરેલીનાં (Amreli) સાવરકુંડલામાં અનેક જગ્યાઓ પર ખેડૂત પરિવારના નેજા નીચે સુરત વરાછાનાં (Varachha) ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો આભાર માનતા બેનરો લાગ્યા હતા. જે બાદ રાજકારણ ગરમાયું હતું. આ મામલે હવે MLA કુમારભાઈ કાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ખેડૂતને વાચા આપવા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વાહવાહી લૂંટવા માટે મેં પત્ર નથી લખ્યો. સરકાર જે સહાય આપે છે, તેનાથી ખેડૂતોની ભરપાઈ થવાની નથી. ખેડૂતોનાં દેવા મુદ્દે ચર્ચા કરવી જોઈએ કે કેવી રીતે દેવું ઓછું થાય? કોઈપણ પાર્ટીએ ખેડૂતો બાબતે રાજકારણ ન કરવું જોઈએ.
આ પણ વાંચો - કમોસમી વરસાદથી કૃષિ પાકોને નુકસાન, Kisan Sangh એ ઉઠાવી વળતર અને સહાયની માગ
સાવરકુંડલાનાં મણિભાઈ ચોક, નાવલી નદી, રાજકાપીઠમાં બેનરો લાગ્યા હતા
નોંધનીય છે કે, અમરેલીનાં સાવરકુંડલામાં નગરપાલિકાનાં દ્વાર પાસે, મણિભાઈ ચોક, નાવલી નદી, રાજકાપીઠ સહિતની જગ્યાઓ પર ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો આભાર માનતા અનેક બેનરો લાગ્યા હતા. ખેડૂત પરિવારના નેજા નીચે આ બેનેરોમાં દેવું માફી માટે રજૂઆત કરવા બદલ ધારાસભ્યનો આભાર માન્યો હતો. 'જય જવાન જય કિસાન'નાં હેડિંગ સાથે ધારાસભ્યનાં બેનરો લાગ્યા હતા. આ બેનરો લાગતા જિલ્લામાં રાજકારણ ગરમાયું હતું.
આ પણ વાંચો - Real-time monitoring : 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ


