ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતમાં ઈવીએમ વિવિપેટ તમામ બુથ પર રવાના કરવા પોલિંગ ઓફિસર કામે લાગ્યા

જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વિવેપેટ, ઇવીએમ સહિતની કામગીરી શરૂ કરાઇ4623 મતદાન મથકો પર ઈવીએમ પહોંચાડાશેજેના માટે પોલીસ ઓફિસરોથી લઇ હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે જીપીએસ ધરાવતા વાહનોમાં ઈવીએમ પહોંચાડવાની વ્યવસ્થા કરાઇસ્ટ્રોંગ રૂમમાં રખાયેલા ઈવીએમ હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકો પર રવાના કરાયામતદાનને જ્યારે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા વિવàª
06:09 AM Nov 30, 2022 IST | Vipul Pandya
જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વિવેપેટ, ઇવીએમ સહિતની કામગીરી શરૂ કરાઇ4623 મતદાન મથકો પર ઈવીએમ પહોંચાડાશેજેના માટે પોલીસ ઓફિસરોથી લઇ હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે જીપીએસ ધરાવતા વાહનોમાં ઈવીએમ પહોંચાડવાની વ્યવસ્થા કરાઇસ્ટ્રોંગ રૂમમાં રખાયેલા ઈવીએમ હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકો પર રવાના કરાયામતદાનને જ્યારે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા વિવàª
  • જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વિવેપેટ, ઇવીએમ સહિતની કામગીરી શરૂ કરાઇ
  • 4623 મતદાન મથકો પર ઈવીએમ પહોંચાડાશે
  • જેના માટે પોલીસ ઓફિસરોથી લઇ હથિયારધારી પોલીસ બંદોબસ્ત 
  • સાથે જીપીએસ ધરાવતા વાહનોમાં ઈવીએમ પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ
  • સ્ટ્રોંગ રૂમમાં રખાયેલા ઈવીએમ હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકો પર રવાના કરાયા
મતદાનને જ્યારે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા વિવિપેટ, ઇવીએમ, તમામ સામગ્રીની ચકાસણી કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. આવતી કાલે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે જે અંતર્ગત સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠક પરના તમામ મતદાન મથકો પર ઈવીએમ રવાના કરાયા છે.
સુરત શહેરમાં સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, લીંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી અને જિલ્લાની ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ સહિત બારડોલી તથા મહુવા વિધાનસભા બેઠક પર કુલ 4623 મતદાન મથકો ઊભા કરાયા છે. આ તમામ મતદાન મથકો પર ઈવીએમ પહોંચાડવાની કામગીરી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આજે કરવામાં આવી હતી. સવારથી જ તમામ પોલિંગ ઓફિસરો આ વિવિપેટ ઇવીએમની ચકાસણીમાં લાગી ગયા હતા. તમામ ચકાસણી બાદ સ્ટ્રોંગ રૂમમાં રખાયેલા ઈવીએમ હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકો પર રવાના કરયા હતા.
સુરત શહેર જિલ્લાના મતદાન મથકો પર 4968 પ્રિસાઈડીંગ ઓફિસર, અને 1146 પોલિંગ ઓફિસર, 8148 મહિલા પોલિંગ ઓફિસર તથા 252 માઈક્રો ઓબ્ઝર્વર મળીને કુલ 19266 અધિકારીઓ મળી તમામ કામગીરી કરવામાં આવી હતી. આ તમામ કામગીરીમાં કુલ 494 રૂટ માટે સુપરવાઇઝર પણ નક્કી કરાયા હતા. જેમાં ઝોનલ ઓફિસર સહિત હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને જીપીએસ ધરાવતા વાહનોમાં ઈવીએમ પહોંચાવમાં આવ્યા હતા.
આ પણ વાંચો - મતદાનના અવસરનું ફાઇનલ કાઉન્ટ ડાઉન શરૂ, પારદર્શી માહોલમાં મતદાન યોજવા ચૂંટણી તંત્ર સજ્જ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstPollingofficers
Next Article