Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi in Surat : ગરીબનાં ઘરમાં ચૂલો સળગતો રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ : PM મોદી

આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી નવસારી (Navsari) જવા રવાના થશે. ત્યાં 'લખપતિ દીદી' કાર્યક્રમમાં હાજરી આપશે.
pm modi in surat   ગરીબનાં ઘરમાં ચૂલો સળગતો રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ   pm મોદી
Advertisement
  1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા (PM Modi in Surat)
  2. જાહેર સભા પૂર્ણ કરી પીએમ મોદીનો કાફલો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યો
  3. પીએમ મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે, સવારે નવસારી જવા નીકળશે
  4. સેવાનાં ભાવ સાથે અમારી સરકાર આપની સાથે ઊભી છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં (PM Modi in Surat) રોડ શો અને વિશાળ જનસભાને સંબોધિને સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. સર્કિટ હાઉસમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે. રાત્રિ ભોજન તેમ જ સવારનો નાસ્તો પીએમ મોદી સર્કિટ હાઉસ ખાતે કરશે. સર્કિટ હાઉસ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી નવસારી (Navsari) જવા રવાના થશે. ત્યાં 'લખપતિ દીદી' કાર્યક્રમમાં હાજરી આપશે. દરમિયાન, પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસનાં હાથમાં રહેશે.

PM ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને કીટનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતમાં રોડ શો કરીને વિશાળ જનસભાને સંબોધિ (PM Modi in Surat) હતી. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ (CR Patil) સહિત અગ્રણી નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ગંગાસ્વરૂપ અને આવાસ યોજનાનાં લાભાર્થીઓ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ પોતાનું સંબોધન કેમ છો બધા જોરમાં? સુરતમાં મારા વ્હાલા ભાઈ-બહેનોને નમસ્કાર... કરી શરૂ કર્યું હતું. ત્યાર બાદ પીએમએ કહ્યું કે, ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ સુરતની (Surat) આ પહેલી મુલાકાત છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Surat : CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે જનસભા સંબોધિ, જાણો PM મોદી વિશે શું કહ્યું ?

સ્વચ્છતાની સ્પર્ધા થાય ત્યારે સુરત પ્રથમ અથવા બીજા ક્રમાંકે હોય : PM મોદી

વડાપ્રધાને આગળ કહ્યું કે, કામ અને દામ સુરતને વિશેષ ઓળખ આપે છે. સુરત એ ગુજરાત અને દેશ માટે લિડિંગ શહેર છે. દેશમાં જ્યારે જ્યારે પણ સ્વચ્છતાની સ્પર્ધા થાય ત્યારે સુરત પ્રથમ અથવા બીજા ક્રમાંકે હોય છે. તેનો શ્રેય સુરતીલાલાઓને જાય છે. વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકારે સવા બે લાખથી વધુ નવા લાભાર્થીઓની ઓળખ કરી છે. નવા લાભાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું. સેવાનાં ભાવ સાથે અમારી સરકાર આપની સાથે ઊભી છે. ગરીબનાં ઘરમાં ચૂલો સળગતો રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ છે. ખુશી છે કે ગુજરાત સરકારે આ ક્ષેત્રે કામ કર્યું છે.

આ પણ વાંચો - Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વિનાની કારમાં વીરપુર પહોંચ્યા, મીડિયાથી ભાગ્યા!

'અમારી સરકારે 5 કરોડ બોગસ નામોને સિસ્ટમમાંથી દૂર કર્યા'

વડાપ્રધાને આગળ કહ્યું કે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે (CR Patil) હાલમાં એક અભિયાન ઉપાડ્યું છે. સી.આર. પાટીલ જળ બચાવો અભિયાન ચલાવી રહ્યા છે. તેમનાં નેતૃત્વમાં 'હર ઘર જલ' અભિયાન ચાલી રહ્યું છે. આથી, જે સાફ પાણી ઘર-ઘર સુધી પહોંચી રહ્યું છે તેનાથી બીમારીઓમાં પણ ઘટાડો થયો છે. વડાપ્રધાને આગળ કહ્યું કે, પહેલા જેમનો જન્મ નહોતો થતો તેમનાં પણ રેશનકાર્ડ બની જતા હતા. પરંતુ, અમારી સરકારે 5 કરોડ બોગસ નામોને સિસ્ટમમાંથી દૂર કર્યા છે. સાથે રેશન કાર્ડ સાથેની સંપૂર્ણ વ્યવસ્થા આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે, મુદ્રા યોજના હેઠળ ગરીબોને 32 લાખ કરોડ રૂપિયા ગેરંટી વગર અમારી સરકારે આપ્યા છે. સત્તા સંભાળ્યા બાદથી અત્યાર સુધીમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર નીકળ્યા છે. અમારી સરકારે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટે અનેક યોજનાઓ બનાવી છે.

આ પણ વાંચો - Surat : સેલવાસથી PM મોદી સુરત પહોંચ્યા, મેગા રોડ શો યોજશે, વિશાળ જાહેરસભાને સંબોધશે

Tags :
Advertisement

.

×