Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, હવે સેલવાસ જવા રવાના

Surat: આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ સહિત સુરતના અગ્રણીઓ હાજર હતા.
surat  એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત  હવે સેલવાસ જવા રવાના
Advertisement
  1. સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત
  2. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત બાદ સેલવાસ જવા રવાના
  3. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર

Surat: સુરત એરપોર્ટ પર આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ સહિત સુરતના અગ્રણીઓ હાજર હતા. પાટીદાર સમાજના નેતા મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય મનુ ફોગવા, વિનુ મોરડીયા, મેયર દક્ષેશ માવાણી, અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા સહિત અનેક આગેવાનોએ વડાપ્રધાનને સ્વાગત કર્યુ.

Advertisement

આ પણ વાંચો: Gujarat BJP : જિલ્લા-શહેરમાં નવા પ્રમુખોની વરણી, જાણો કોણ થયું રિપીટ અને કોણ છે નવો ચહેરો?

Advertisement

સુરતની ધરતી પર ભવ્ય અને હાર્દિક સ્વાગત:પૂર્ણેશ મોદી

આ કાર્યક્રમના પ્રસંગે, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશના દીકરાઓ માટે દેશના દિવ્યાંગ ભાઈ-બહેનો માટે સંવેદનશીલતાની વાત કરી છે’ પ્રધાનમંત્રી મોદીના સ્વાગત બાદ, ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરવામા જણાવ્યું કે, "સુરતની ધરતી પર વડાપ્રધાનનું હાર્દિક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું." તેમણે ઉમેર્યું કે, "પ્રધાનમંત્રી મોદીએ અમલમાં લાવેલી વ્યકિતદીઠ 5 કિલો અનાજ યોજના શરુ થવાની છે, જે ગરીબો, સીનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે મહત્વપૂર્ણ રહેશે."

દેશની બહેનોને રાહ ચીંધવામાં આવી છે:પાનસેરીયા

સુરતમાં પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આ કાર્યક્રમમાં પ્રફુલ પાનસેરીયાએ કહ્યું,‘વડાપ્રધાનના આગમનને પગલે શહેરમાં ઉત્સાહની લહેર છે. નવસારીમાં બહેનો દ્વારા આ કાર્યક્રમનું કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું છે.ખરેખર આ એક નારી વંદના છે, દેશની બહેનોને રાહ ચીંધવામાં આવી છે’. વધુમાં પ્રફુલ પાનસેરીયાએ કહ્યું કે, ‘આ કાર્યક્રમ જ સાચા મહિલા દિવસની ઉજવણી છે’.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×