ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rain in Surat : વરસાદી પાણીના નિકાલની કામગીરી ગતરોજથી કરવામાં આવી રહી છે - હર્ષભાઈ સંઘવી

સુરત (Surat) માં પડેલા ભારે વરસાદ અને સરકાર દ્વારા કરવામાં આવતા રાહતકાર્ય પર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ પ્રતિક્રિયા આપી છે. વાંચો વિગતવાર.
11:29 AM Jun 24, 2025 IST | Hardik Prajapati
સુરત (Surat) માં પડેલા ભારે વરસાદ અને સરકાર દ્વારા કરવામાં આવતા રાહતકાર્ય પર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ પ્રતિક્રિયા આપી છે. વાંચો વિગતવાર.
Harshabhai Sanghvi Gujarat First

Rain in Surat : ગુજરાતના સુરત (Surat) જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સુરતમાં પડેલા ભારે વરસાદ પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ પ્રતિક્રિયા છે. તેમણે કહ્યું છે કે, ગતરોજ થી જ સુરત મહા નગર પાલિકા મોટરથી પાણીના નિકાલ માટે કામ કરી રહી છે. જો કે સુરતમાં ભારે વરસાદ આજે પણ જોવા મળી રહ્યો છે તેનાથી ફરીથી પાણી ભરાઈ ગયા છે.

પાણી નિકાલની કામગીરી ચાલી રહી છે - હર્ષભાઈ સંઘવી

દક્ષિણ ગુજરાતમાં વરસાદે માઝા મુકી છે. સુરત સહિત અનેક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરત જિલ્લામાં સુરત શહેરની સ્થિતિ પણ દયજનક બની ગઈ છે. શહેરમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ યથાવત રહી છે. જેમાં મોરાભાગળ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. ત્યારે મોરાભાગળ આવાસ નજીક વરસાદી પાણી ભરાયા છે. સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. જેમાં પાલનપુર કેનાલ રોડ પર ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ છે. તેમાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જો કે વરસાદના પાણીમાં સરકાર રાહતકાર્ય કરી રહી છે. આ મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે, ગતરોજ થી જ સુરત મહા નગર પાલિકા મોટરથી પાણીના નિકાલ માટે કામ કરી રહી છે. જો કે સુરતમાં ભારે વરસાદ આજે પણ જોવા મળી રહ્યો છે તેનાથી ફરીથી પાણી ભરાઈ ગયા છે.

આ પણ વાંચોઃ Rain in Surat: સુરત જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને લઈ તંત્ર સતર્ક, SDRF ટીમ સક્રિય

વરસાદ 2 દિવસથી સુરતને ઘમરોળી રહ્યો છે

શહેરમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ સતત બીજા દિવસે પણ યથાવત રહી છે. સુરત શહેર ઉપરાંત સુરત ગ્રામ્યમાં બીજા દિવસે પણ મેઘો મુશળધાર રહ્યો છે. માંડવીના મુંજલાવ ગામે ભારે વરસાદને પગલે તળાવ તૂટ્યું છે. ભારે વરસાદથી તળાવમાં ભરપૂર પાણીની આવક થઈ હતી. જેમાં તળાવની પાળ તૂટતા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રાત્રી દરમિયાનથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચોઃ  Rain in Surat: સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ફાયર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ

Tags :
drainage workGujarat FirstGUJARAT FIRST NEWSHarshabhai Sanghviheavy rainfallMandvi lakeMorabhagal areaMunjlav lakePalanpur Canal RoadRain in Surat 2025South GujaratSurat flood-like situationSurat water logging
Next Article