Salman Khan In Surat : 'ભાઇજાન'ને જોવા પડાપડી, એરપોર્ટ પર મેળાવડો
- Salman Khan આજે સુરતના મહેમાન બન્યા
- લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આયોજિત લીગમાં હાજરી આપશે
- ભાઇજાનની ઝલક પામવા ફેન્સમાં ભારે ક્રેઝ
Salman Khan In Surat : હીરા નગરી સુરતમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લિગના પ્રમોશન અને મેચ માટે બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર ભાઇજાનને જોવા માટે રીતસરની પડાપડી થઇ ગઈ હતી. સલમાન ખાનના આગમનને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સલમાનની એક ઝલક પામવા માટે ચાહકોએ કિલોમીટર સુધીનો પ્રવાસ ખેડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
View this post on Instagram
સ્ટેડિયમ હાઉસફૂલ રહે તેવી શક્યતાઓ (Salman Khan In Surat)
આજે બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન સુરતના મહેમાન બન્યા છે. સુરત એરપોર્ટ પરથી બહાર આવતા જ સલમાન ખાન ફેન્સથી ઘેરાઇ ગયો હતો. અને એરપોર્ટ પર જ ચાહકોએ બુમાબુમ કરી નાંખી હતી. ચાહકોની ભીડને કાબુ કરવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ભારે પરસેવો પાડવો પડ્યો હતો. સલમન ખાન ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL - Surat) સાથે જોડાયેલો છે. સલમાન ખાન સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત મેચમાં હાજરી આપનાર છે. સલમાનની હાજરી વાળી મેચોમાં સ્ટેડિયમ હાઉસફૂલ રહે તેવી શક્યતાઓ આયોજકો સેવી રહ્યા છે. સલમાન ખાન ટેનિસ બોલ થકી રમાતી ક્રિકેટને પ્રોત્સાહિત કરવા માટે સુરતમાં આવ્યો છે.
આ પણ વાંચો ------ સતત ચોથીવાર 'Popular Choice' કેટેગરીમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ, નવી દિલ્હી ખાતે એવોર્ડ એનાયત
વીડિયો ભારે વાયરલ થયા (Salman Khan In Surat)
સલમાન ખાનના સુરતમાં આગમન અને કાર્યક્રમમાં હાજરીને પગલે સિક્યોરીટી વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી છે. સલમાન ખાનની પોતાની સિક્યોરીટીની સાથે સ્થાનિક પોલીસ અને બાઉન્સરોની આખી ફોજ ઉતારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સલમાન ખાનના સુરતમાં આગમન, ફેન્સનો ક્રેઝ અને પોલીસ તથા સિક્યોરીટી એજન્સીઓએ ઉઠાવેલી જહેમતના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યા છે.
ફેન્સનો ઉત્સાહ સાતમાં આસમાને
અત્રે નોંધનીય છે કે, સુરત એરપોર્ટ પર સલમાન ખાનના આગમન પહેલા ઉજવણી જેવો માહોલ હતો. હરકોઇ ચાહક ભાઇજાન જોડે ફોટો લેવા માંગતુ હતું, તેમનો ઓટોગ્રાફ ઇચ્છતું હતું, તેને ભેંટ આપવા માંગતું હતું. પરંતુ સુરક્ષાના કારણોસર ગણતરીના સમયમાં જ સલમાન ખાને અભિવાદન ઝીલીને કારમાં બેસીને આગળ વધવાનું પસંદ કર્યું હતું.
આ પણ વાંચો ------ Parineeti Chopra એ સ્પોર્ટ્સ સ્ટારને Unfollow કરતા ભારે ચર્ચા જાગી


