Scarfall- The Royal Combat : ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ પર આધારિત ગેમિંગ એપ
- Scarfall- The Royal Combat ગુજરાતના એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ બનાવી છે
- આ ગેમને ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર અત્યાર સુધી ૩૫ મિલિયન ડાઉનલોડ મળ્યા છે
- આ ગેમમાં ગુજરાત સહિત દેશના પ્રમુખ શહેરો-ગામડાની સંસ્કૃતિ, પહેરવેશ અને સાંસ્કૃતિક વારસાનો ટચ અપાયો છે
Scarfall- The Royal Combat : પબજી, કોલ ઓફ ડ્યુટી, ફ્રી ફાયર જેવી આંતરરાષ્ટ્રીય ગેમ્સ બહુ પોપ્યુલર છે. આ ગેમ્સને ટક્કર આપતી ભારતીય ગેમ Scarfall- The Royal Combat ગુજરાતના એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ બનાવી છે. સ્કારફોલને ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર અત્યાર સુધી ૩૫ મિલિયન ડાઉનલોડ મળ્યા છે. ગુજરાત અને ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને આ ગેમમાં ગુજરાત સહિત દેશના પ્રમુખ શહેરો-ગામડાની સંસ્કૃતિ, પહેરવેશ અને સાંસ્કૃતિક વારસાનો ટચ અપાયો છે.
સ્કારફોલ - ધી રોયલ કોમ્બેટ
બેટલ અને કોમ્બેટ આધારિત ગેમ્સ નેટિઝન્સ બહુ રસ લઈને રમતા હોય છે. તેથી જ આ ક્ષેત્રની એક કોમ્બેટ ગેમિંગ એપ સુરતના એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ ડેવલપ કરી છે. તેમણે આ ગેમને Scarfall- The Royal Combat નામ આપ્યું છે. જે રીતે વિદેશી ગેમ્સમાં ગોરા શૂટર્સ જોવા મળે છે તે જ રીતે સ્કારફોલમાં કાઠીયાવાડી પાઘડી, બંડી, ચોરણી, અણીયાળી મૂછો ધરાવતા દેશી શુટર્સ, સાડી પહેરેલી મહિલા શુટર, તિરંગા સાથે ભારતીય સૈનિકો, તમંચો, સૂતળી બોમ્બ, ઈનગેમ વાહનોમાં છકડો, ઓટો રિક્ષા જોવા મળે છે. મુંબઈની લોકલ ટ્રેન, અંદામાન-નિકોબારની સેલ્યુલર જેલના લેન્ડસ્કેપને પણ આવરી લીધા છે. થ્રીડી ગ્રાફિક્સ અને રિયલિસ્ટીક એનિમેશન સાથેની આ ગેમને એક, બે વ્યક્તિ અને ચાર યુઝર સાથે રમી શખે છે.
ભારત એપ ઈનોવેશન ચેલેન્જ-2020 માં દ્વિતિય ક્રમ
સુરતના ટેકનોક્રેટ અને એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણી વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી સ્વદેશી બેટલ ગેમ ડેવલપ કરી છે. તેમણે રોયલ સ્ટાઈલની ‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ નામની સ્વદેશી ગેમિંગ એપ બનાવી વિદેશની જાયન્ટ ટેક કંપનીઓને મજબૂત હરિફાઈ પૂરી પાડી છે. સ્કારફોલમાં દેશી લૂક સાથેના પાત્રોનું સર્જન કર્યું છે. જેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને વણી લીધી છે. દરેક ગુજરાતીને પોતીકી લાગે એવી FPS અને TPS મલ્ટીપ્લેયર શુટિંગની ગેમ એપ બનાવી છે. જેમાં ગ્રામીણ સંસ્કૃતિ, ભાતીગળ પહેરવેશ, છકડો, ધોતિયું, પાઘડી, ભરતકામ સાથે રજવાડી આઉટફીટ, સાડી પહેરેલા પાત્રોનું સર્જન કર્યું છે. આ ગેમને કેન્દ્ર સરકારની ‘ડિજિટલ ઈન્ડિયા આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ-2020’માં દ્વિતીય ક્રમ મળ્યો હતો. આ ઉપરાંત ટેકઈન્ડિયા દ્વારા વર્ષ 2021 ના શ્રેષ્ઠ ટેક સ્ટાર્ટઅપની વિજેતા પણ બની હતી.
આ પણ વાંચોઃ PATAN : ફિલ્મ જોયા બાદ ઘડાયો હત્યાનો પ્લાન, જાણો દ્રશ્યમ સ્ટાઇલ ગુનાની કહાની
અપગ્રેડેડ વર્ઝન ‘સ્કારફોલ-2.0’ લાવી રહ્યા છીએ - જેમિશ લખાણી
XSQUADSના CEO જેમિશ લખાણી દ્વારા બનેલી સ્કારફોલ 1.0 એ ભારતની પહેલી Battle Royale સ્ટાઈલની ગેમ છે. જે સંપૂર્ણપણે ભારતમાં, ગુજરાતમાં અને તેમાં પણ સુરતમાં ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે. સ્કારફોલને ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર અત્યાર સુધી 35 મિલિયન ડાઉનલોડ મળ્યા છે. આ ગેમમાં ગુજરાત અને ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને ગુજરાત સહિત દેશના પ્રમુખ શહેરો-ગામડાની સંસ્કૃતિ, પહેરવેશ અને સાંસ્કૃતિક વારસાનો ટચ આપવામાં આવ્યો છે. XSQUADSના CEO જેમિશ લખાણીએ જણાવ્યું છે કે હવે અમે ‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ નું અપગ્રેડેડ વર્ઝન ‘સ્કારફોલ-2.0’ લઈને આવી રહ્યા છીએ.
XSQUADS કંપની વિષયક
સુરતના ટેકનોક્રેટ એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ XSQUADS કંપની શરુ કરી છે. તેઓ કંપનીના CEO પણ છે. તેમણે માત્ર 4 લોકો સાથે શરુ કરેલ કંપનીમાં આજે 40 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કંપનીના માર્કેટિંગ મેનેજર સુકૃત વાનાણી જણાવે છે કે, XSQUADS ની શરૂઆતથી જ હું કંપની સાથે જોડાયેલો છું. અમે વિદેશી કલ્ચરના સ્થાને ભારતીય પાત્રો અને માહોલને ગેમ્સમાં સમાવ્યા છે. ઈ-સ્પોર્ટ્સ હવે એક ઈન્ડસ્ટ્રી બની ગઈ છે. Twitch, YouTube જેવા પ્લેટફોર્મ પર હજારો ગેમર્સ સ્ટ્રીમિંગ કરીને કમાણી કરે છે. ઘણા દેશોમાં ઈ-સ્પોર્ટ્સને હવે પ્રોફેશનલ સ્પોર્ટ્સ તરીકે માન્યતા મળી રહી છે.
આ પણ વાંચોઃ Gram Panchayat Election : 8240 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે, OBC અનામત મુદ્દે અટકી પડી હતી ચૂંટણીઓ