Surat: ઉધનામાં વોટ્સએપ દ્વારા ચાલતું હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, ગ્રાહક સાથે સંચાલકની ધરપકડ!
- સુરતના (Surat)ઉધનામાં વોટ્સએપ દ્વારા ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ
- પોલીસે ગ્રાહક સહિત સંચાલક હરીશ રુઘનાથવાળાની કરી ધરપકડ
- ખરવરનગર ખાતેના એક મકાનમાં ચાલતું હતું સેક્સ રેકેટ
- દેહ વેપારમાંથી મહિલાઓને કરાવી મુક્ત
Surat: સુરતના ઉધના વિસ્તારમાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ઉધના પોલીસે ખરવરનગર ખાતેના એક મકાનમાં ચાલતા આ ગેરકાયદેસર વ્યવસાય પર તાબડતોબ છાપો મારીને તેને ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે રેકેટના સંચાલક હરીશ રુઘનાથવાળા તેમજ એક ગ્રાહક સાગર માવાપુરીની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
સુરતના (Surat) ઉધનામાં સેક્સ રેકેટનો પર્દાફાશ
મળતી માહિતી અનુસાર, હરીશ રુઘનાથવાળા વોટ્સએપ મારફતે ગ્રાહકોને વિવિધ મહિલાઓના ફોટા મોકલતો હતો. ગ્રાહકો તેમાંથી પસંદગી કરતા અને તે મુજબ મહિલાઓને ખરવરનગરના મકાનમાં બોલાવવામાં આવતી હતી. અહીં દેહ વેપાર ચાલતો હતો અને સંચાલક ગ્રાહકો પાસેથી કમિશન લઈને મહિલાઓને દેહ વેપારમાં ધકેલતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ રેકેટ લાંબા સમયથી ચાલી રહ્યું હતું અને વોટ્સએપના માધ્યમથી તેનું સંચાલન થતું હતું.છાપા દરમિયાન પોલીસે સ્થળ પરથી રેકેટના સંચાલક હરીશને ઝડપી પાડ્યો હતો, જ્યારે ગ્રાહક સાગર માવાપુરી પણ શરીરસુખ માણવા આવ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી
આ કાર્યવાહીમાં રેકેટમાં સામેલ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. ઉધના પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે.આ ઘટના દર્શાવે છે કે ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર વ્યવસાયો ચલાવવામાં આવી રહ્યા છે. પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને આવા રેકેટ વિશે માહિતી આપવા અપીલ કરી છે.
Surat | સુરતના ઉધનામાં વોટ્સએપથી ચાલતા દેહ વેપારનો પર્દાફાશ..! | Gujarat First
સુરતના ઉધનામાં વોટ્સએપથી ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ
ખરવરનગરના મકાનમાં ચાલતું હતું સેક્સ રેકેટ
પોલીસે સંચાલક સહિત ગ્રાહકની ધરપકડ કરી
માહિતીના આધારે ઉધના પોલીસે છાપો માર્યો
સંચાલક હરીશ રુઘનાથવાળા… pic.twitter.com/PNErf9phWR— Gujarat First (@GujaratFirst) January 21, 2026


