Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat માં વેપારીઓને ધમકાવતા 'ડોન' Shiva Zhala ની શાન ઠેકાણે આવી, Police સામે કાન પકડી માંગી માફી!

સુરતના રસ્તાઓ પર ખોટો રોફ જમાવતા અને સોશિયલ મીડિયા પર ગુનાખોરીના ગુણગાન ગાતા એક કુખ્યાત શખ્સનો આખરે અંત આવ્યો છે. જેલના સળિયા પાછળથી બહાર આવતા જ જેણે વેપારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું, તેની શાન સુરત પોલીસે (Surat Police) કેવી રીતે ઠેકાણે પાડી તે જાણવા જેવું છે. પોલીસના સકંજામાં આવતા જ 'ડોન' કેવી રીતે કરગરવા લાગ્યો તે જુઓ આ અહેવાલમાં.
surat માં વેપારીઓને ધમકાવતા  ડોન  shiva zhala ની શાન ઠેકાણે આવી  police સામે કાન પકડી માંગી માફી
Advertisement
  • Shiva Zhala arrest Surat Police ની કાર્યવાહી
  • સલાબતપુરા પોલીસે કુખ્યાત ટપોરી શિવરાજસિંહ ઝાલાની ધરપકડ કરી
  • કાપડ વેપારીને ચાકુ બતાવી 1.20 લાખ પડાવ્યા અને હપ્તાની માંગ કરી
  • પોલીસ સમક્ષ કાન પકડી શિવા ઝાલાએ માગી માફી
  • અગાઉ એસઓજીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી, જામીન પર બહાર આવ્યો હતો
  • પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ, પોલીસે આરોપીની શાન ઠેકાણે પાડી

Shiva Zhala arrest Surat Police: સુરત (Surat) શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે (Police) કડક વલણ અપનાવ્યું છે. સલાબતપુરા પોલીસે કુખ્યાત ટપોરી અને ડ્રગ્સ માફિયા (Drug Mafia) શિવરાજસિંહ ઉર્ફે શિવા ઝાલાની ધરપકડ કરી છે. આ શખ્સે કાપડના એક વેપારીને ચાકુ બતાવી ધમકાવ્યા હતા. તેણે વેપારી પાસેથી ૧.૨૦ લાખ રૂપિયા (Rupees) પડાવી લીધા હતા. આરોપીએ વેપારીને દર મહિને ૫૦ હજારના હપ્તા (Installment) આપવા માટે દબાણ કર્યું હતું. જો સુરતમાં કાપડનો ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે તેવી ધમકી પણ તેણે આપી હતી.

Shiva Zhala arrest Surat Police_GUJARAT 0

Advertisement

પોલીસ સમક્ષ માફી અને ડ્રગ્સ કનેક્શન (Drug Connection)

આરોપી અગાઉ ડ્રગ્સ કેસમાં એસઓજી (SOG) દ્વારા પકડાયો હતો. તે થોડા મહિના પહેલા જ જેલમાંથી જામીન (Bail) પર બહાર આવ્યો હતો. જેલમાંથી છૂટતાની સાથે જ તેણે ફરીથી ગુનાખોરી શરૂ કરી હતી. શિવા ઝાલા સોશિયલ મીડિયા પર ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ (Reels) બનાવતો હતો. એસઓજીએ તપાસ સંભાળતા જ તેને દબોચી લીધો હતો. ધરપકડ બાદ પોલીસે તેની શાન ઠેકાણે પાડી છે. તેણે કાન પકડીને પોલીસ સમક્ષ માફી માંગી છે. પોતે લુખ્ખો હોવાનું સ્વીકારીને હવે પછી ક્યારેય રીલ્સ નહીં બનાવવાની ખાતરી આપી છે.

Advertisement

આ પણ વાંચો---- Vadodara માં હીટવેવ સામે SSG Hospital ના 'પોકળ' દાવા, heat stroke ward દરવાજા બંધ!

5 શખ્સો સામે ફરિયાદ (Complaint) અને ધમકી

વેપારીએ હિંમત દાખવીને સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં કુલ ૫ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિવા ઝાલાએ મીડિયા કર્મીઓને (Media Persons) પણ ધમકી આપી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે હવે આ કેસમાં તપાસ તેજ કરી છે. ગુનેગારોમાં પોલીસનો ડર બેસે તે માટે આરોપીનો વીડિયો પણ વાયરલ (Viral Video) કરવામાં આવ્યો છે. વેપારીને પોલીસ ફરિયાદ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી.

આ પણ વાંચો---- Viral Audio: માલિકનો પગાર સાંભળીને ચોરનું હૃદય પીગળ્યું! માલિક સાથે કરી અનોખી ડિલ

 

Tags :
Advertisement

.

×