Surat માં હચમચાવનારી ઘટના,વેસુમાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3નાં મોત
- સુરત (Surat) શહેરમાં પરિવારે કર્યો સામૂહિક આપઘાત
- વેસુ વિસ્તારની હેપી એલિગન્સમાં બની ઘટના
- ઝેરી દવા પીને પરિવારના સભ્યોએ કર્યો આપઘાત
- પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Surat : સુરતના વેસુ વિસ્તારમાં આવેલી 'હેપી એલિગન્સ' બિલ્ડિંગમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. બાલમુકુન્દ રુંગટા નામના વ્યક્તિએ પોતાની પત્ની અને બે માસૂમ દીકરીઓ (ઉંમર આશરે 5 થી 7 વર્ષ) સાથે જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હતું.
સુરત (Surat) શહેરમાં પરિવારે કર્યો સામૂહિક આપઘાત
આ કરુણ ઘટનામાં પતિ, પત્ની અને એક દીકરી સહિત કુલ ત્રણ સભ્યોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક દીકરીનો આબાદ બચાવ થયો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સુસાઈડ નોટમાં શું લખ્યું ?
ઘટનાની જાણ થતા જ વેસુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જ્યાં તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા નામના વ્યક્તિ દ્વારા રૂપિયાની લેતીદેતી મામલે આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વેસુ પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી
હાલ પોલીસે સુસાઈડ નોટ કબજે કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આ સામૂહિક આત્મહત્યા પાછળના જવાબદાર કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
વૈભવ રુંગટા (Vaibhav Rungta) નામના વ્યક્તિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો (Abetment of Suicide) ગુનો દાખલ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એલિગન્સ (Happy Elegance) એપાર્ટમેન્ટમાં ખેતાન પરિવાર દ્વારા કરવામાં આવેલા સામૂહિક આપઘાત (Mass Suicide) મામલે સુરત પોલીસે હવે વૈભવ રુંગટા (Vaibhav Rungta) નામના વ્યક્તિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો (Abetment of Suicide) ગુનો દાખલ કરી તપાસ તેજ બનાવી છે.
પરિવારજનોએ ન્યાયની માંગ કરી
પોલીસ તપાસમાં ત્રણ પાનાની સુસાઈડ નોટ (Suicide Note) મળી આવી છે, જેમાં વૈભવ રુંગટાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે; તે મુજબ આરોપીએ બાલમુકુન્દનું ક્રેડિટ કાર્ડ (Credit Card) અને મોપેડ (Moped) પણ પડાવી લીધા હતા. ઘટનાની જાણ થતા જ મૃતકના સસરા, બહેન અને બનેવી સહિતના પરિવારજનોએ રૂબરૂ મુલાકાત લઈ ન્યાયની માંગ કરી છે. પરિવારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તેઓ આર્થિક રીતે સુખી-સંપન્ન (Well-to-do) પરિવાર હતા, છતાં આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ તેની યોગ્ય તપાસ થવી જોઈએ. હાલ વેસુ પોલીસે (Vesu Police) આરોપી વૈભવ રુંગટાની ધરપકડ (Arrest) કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Surat Crime: સુરતના વેસુમાં હેપી એલિગન્સ બિલ્ડિંગમાં સામૂહિક આપઘાતની ઘટના
પતિ-પત્ની અને બે દીકરીઓએ ઝેરી દવા પીધી
બાલમુકુન્દ રુંગટા પરિવારના ત્રણ સભ્યોનાં મોત
એક દીકરીનો બચાવ જેની હાલમાં સારવાર ચાલુ
સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા દ્વારા ત્રાસનો ઉલ્લેખ કર્યો
રૂપિયા બાબતે માનસિક-શારીરિક… pic.twitter.com/rlIROdaqrx— Gujarat First (@GujaratFirst) February 25, 2026
આ પણ વાંચો : junagadh ખંડણી કેસ, દિવ્યા સાવલાણીના રિમાન્ડ પૂર્ણ, આજે ફરી કોર્ટમાં કરાશે રજૂ


