Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Smimer College Ragging Guidelines : સ્મીમેર મેડિકલ કોલેજનો કડક નિર્ણય, રેગિંગ થશે તો HOD પણ જવાબદાર

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડો. હર્ષ પંડ્યાના આપઘાત બાદ સ્મીમેર મેડિકલ કોલેજે મોટો નિર્ણય લીધો છે. અમલમાં આવેલી નવી ગાઈડલાઈન્સ અનુસાર, રેગિંગની ઘટનામાં હવે માત્ર એન્ટી-રેગિંગ કમિટી નહીં પરંતુ HOD પણ જવાબદાર રહેશે. નવા રેસિડેન્ટ્સને મેન્ટર ફાળવીને તેમની સુરક્ષા અને માનસિક સ્થિતિની નિયમિત સમીક્ષા કરવામાં આવશે.
smimer college ragging guidelines   સ્મીમેર મેડિકલ કોલેજનો કડક નિર્ણય  રેગિંગ થશે તો hod પણ જવાબદાર
Advertisement

Smimer College Ragging Guidelines : સુરતની નવી સિવિલ મેડિકલ કોલેજમાં તાજેતરમાં બનેલી રેગિંગ અને જુનિયર ડોક્ટરના કથિત આપઘાતની ઘટના બાદ સ્મીમેર મેડિકલ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું છે. સત્તાવાર સુધારા મુજબ, ગાઈડલાઈન્સને વધુ કડક બનાવીને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ પણ વિભાગમાં રેગિંગની ઘટના બનશે તો માત્ર એન્ટી-રેગિંગ કમિટી જ નહીં, પરંતુ સંબંધિત વિભાગના HOD અને યુનિટ હેડને પણ સીધા જવાબદાર ગણવામાં આવશે.

Tags :
Advertisement

.

×