Surat: સોશિયલ મીડિયાનો પ્રેમ છેક ગર્ભપાત સુધી પહોંચ્યો! વાંચો સુરતની ચોંકાવનારી ઘટના
- સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવતા કિશોર સાથે થયો પ્રેમ
- કિશોરે રૂમમાં બોલાવી કિશોરી સાથે મરજી વિરુદ્ધ આચર્યું દુષ્કર્મ
- કિશોરીને ગર્ભ રહી જતા બાળકીને આપ્યો અને કચરામાં ફેંકી દીધી
Surat: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં પાંડેસરામાં બાળકીને ત્યજી દેવામાં આવેલી! આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરતના પાંડેસરામાં બાળકી ત્યજી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે તપાસ કરીને આ મામલે ખુલાસો કર્યો છે. મળતી વિગતો પ્રમાણે કિશોરીને ગર્ભ રહી જતા બાળકીને જન્મ આપ્યો હતો. તપાસમાં એવું સામે આવ્યું કે, સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવતા કિશોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.
આ પણ વાંચો: એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે 10 દિવસના બેઝિક કોર્ષનો પ્રારંભ, વાંચો આ અહેવાલ
પોલીસે કિશોરની અટકાયત કરીને વધારે તપાસ હાથ ધરી
કિશોરે રૂમમાં બોલાવીને કિશોરી સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મરજી વિરૂદ્ધના દુષ્કર્મના કારણે ગર્ભ રહી ગયો હતો અને સમાજમાં બદનામીના ડરથી કિશોરીએ બાળકીને કચરામાં ફેંકી દીધી હતીં. અત્યારે પોલીસે કિશોરની અટકાયત કરીને વધારે તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, ગત ગુરૂવારે પાંડેસરામાંથી ઇજાગ્રસ્ત હાલતમાં બાળકીની મળી આવી હતી. બાળકીને વધારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતીં.
આ પણ વાંચો: પ્રોસેસ ઓઇલની આડમાં લઈ જવાતી 35 ટન સોપારી જપ્ત, જામનગર DRIની ટીમને મળી હતી બાતમી
પોલીસે તપાસ માટે ઘરે આવી ત્યારે ઘટનાનો ભાંડો ફૂટ્યો
આ મામલે વિગતો એવી પણ સામે આવી હતી કે, ધોરણ 10ની વિદ્યાર્થિનીએ યુટ્યુબમાં જોઈને જાતે ગર્ભપાત કર્યો હતો. બાળકને જન્મ આપીને તેને ત્યજી દીધું હતું. આ બાળકને 9 તારીખે મળી આવ્યું હતું. જેથી પોલીસે તપાસ માટે ઘરે આવી ત્યારે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. સોશિલય મીડિય હવે બાળકો પર હાવી થઈ કહ્યું છે. જેના કારમે બાળકો અત્યારે અવળા રસ્તે જઈ રહ્યાં છે. સુરતમાં પણ આ ઘટના મોબાઈલના વરગણના કારણે જ બનવા પામી છે. સોશિયલ મીડિયામાં થયેલો પ્રેમ ગર્ભપાત સુધી પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Banaskantha: બે યુવકોને આપવામાં આવી તાલિબાની સજા, યુવતીને ભગાડવા આવ્યા હોવાનો આરોપ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો