Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

South Gujarat : એક સાથે 4 જિલ્લામાં 'વીજળી ગુલ'! કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ!

ઉકાઈ થર્મલ પ્લાન્ટમાં 4 યુનિટ ટ્રીપ થતાં વીજળી ગુલ થયાની સમસ્યા સર્જાઈ છે.
south gujarat   એક સાથે 4 જિલ્લામાં  વીજળી ગુલ   કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ
Advertisement
  1. South Gujarat માં એકસાથે 4 જિલ્લામાં વીજળી ગુલ થતા દોડધામ
  2. તાપી, ભરૂચ, નર્મદા, નવસારીમાં વીજળી ગુલ થતા હાહાકાર!
  3. ઉકાઇ થર્મલ પ્લાન્ટમાં 4 યુનિટ ટ્રીપ થઇ જતાં વીજળી ગુલ થઈ
  4. વીજળી ગુલ થવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે

દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) અંધારપટ છવાયો છે. દ. ગુજરાતનાં 4 જિલ્લામાં અચાનક વીજળી ગુલ થતાં આગ ઝરતી ગરમીમાં લોકો હેરાન પરેશાન થયા છે. તાપી (Tapi), ભરુચ, નર્મદા, નવસારીમાં (Navsari) વીજળી ગુલની સમસ્યા સર્જાઈ છે. ઉકાઈ થર્મલ પ્લાન્ટમાં 4 યુનિટ ટ્રીપ થતાં વીજળી ગુલ થયાની માહિતી સામે આવી છે. વીજળી ગુલ થવાથી કારખાનાઓમાં કામ ઠપ્પ થતાં મોટી સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ વીજ વિભાગની ટીમ પુરવઠો પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : MLA કુમાર કાનાણીનો વધુ એક લેટરબોમ્બ! હવે SMC અને પો. કમિશનરને લખ્યો પત્ર

Advertisement

દક્ષિણ ગુજરાતમાં એક સાથે 4 જિલ્લામાં ધોળા દિવસે અંધારપટ

પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) એક સાથે 4 જિલ્લામાં ધોળા દિવસે અંધારપટ છવાયું છે. તાપી, ભરુચ (Bharuch), નર્મદા (Narmada), નવસારીમાં એક સાથે વીજળી ગુલ થતાં લોકો કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થયા છે. માહિતી મુજબ, ઉકાઈ થર્મલ પ્લાન્ટમાં (Ukai Thermal Plant) 4 યુનિટ ટ્રીપ થતાં વીજળી ગુલ થયાની સમસ્યા સર્જાઈ છે. વીજળી ગુલ થવાથી ઘર સહિત કારખાનાઓમાં પણ કામ ઠપ્પ થતાં મોટી સમસ્યા ઊભી થઈ છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર અને તેની પત્ની દારૂ વેચતા ઝડપાયા

વીજ વિભાગની ટીમ દ્વારા પુરવઠો પુન:સ્થાપિત કરવાનાં પ્રયાસ

જો કે, આ અંગે વીજ વિભાગની (Power Department) ટીમ પુરવઠો પુન:સ્થાપિત કરવાનાં પ્રયાસ કરી રહી છે. ભરઉનાળે વીજળી ગુલ થતાં સ્થાનિકો દ્વારા ટોરન્ટ પાવરની ઓફિસ જઈ ભારે હોબાળો કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, સુરતનાં (Surat) અનેક વિસ્તારમાં પણ લાઈટ ગુલ થતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.

આ પણ વાંચો - Surendranagar : લીંબડી-ધંધુકા હાઈવે નજીક ટેન્કર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત

Tags :
Advertisement

.

×