ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sthanik Swaraj Election : Surat માં BJP ની કવાયત તેજ, આ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ

પ્રદેશથી બે નિરીક્ષકોની ટીમ દ્વારા ઇચ્છુક ઉમેદવારોનાં સેન્સ લેવામાં આવી રહ્યા છે. આ બેઠક પર ભાજપે જીતનો દાવો કર્યો છે.
03:55 PM Jan 27, 2025 IST | Vipul Sen
પ્રદેશથી બે નિરીક્ષકોની ટીમ દ્વારા ઇચ્છુક ઉમેદવારોનાં સેન્સ લેવામાં આવી રહ્યા છે. આ બેઠક પર ભાજપે જીતનો દાવો કર્યો છે.
Surat_Gujarat_first main
  1. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ Surat માં ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ
  2. ગુજરાત BJP પ્રદેશથી બે નિરીક્ષકોની ટીમ સુરત આવી
  3. કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ ખાલી બેઠક પર પેટ ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા
  4. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે

સુરત (Surat) વોર્ડ નંબર 18 નાં કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીને લઈ ઇચ્છુક ઉમેદવારોને સાંભળવા સુરતનાં ઉધના સ્થિત ભાજપ કાર્યાલય (BJP Office) ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રદેશથી બે નિરીક્ષકોની ટીમ દ્વારા ઇચ્છુક ઉમેદવારોનાં સેન્સ લેવામાં આવી રહ્યા છે. આ બેઠક પર ભાજપે જીતનો દાવો કર્યો છે.

ગુજરાત ભાજપ પ્રદેશથી બે નિરીક્ષકોની ટીમ સુરત આવી

સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીની (Sthanik Swaraj Election) તારીખો જાહેર થઈ ચૂકી છે. જ્યાં સુરતમાં વોર્ડ નંબર 18 ની ખાલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. અહીં ભાજપનાં કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ બેઠક ખાલી પડી હતી. જે બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપ દ્વારા ઇચ્છુક ઉમેદવારો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત ભાજપ (Gujarat BJP) પ્રદેશથી બે નિરીક્ષકોની ટીમનાં સભ્યો સુરત આવ્યા છે, જેમાં નવસારી ગણદેવીનાં ધારાસભ્ય નરેશ પટેલ સહિત અન્ય એક સભ્યનો સમાવેશ થાય છે. ભાજપ કાર્યકરો દ્વારા દાવેદારી કરવામાં આવી રહી છે. જ્યાં ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ઉધના (Udhana, Surat) સ્થિત ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી છે. અલગ-અલગ ઇચ્છુક ઉમેદવારોને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. આ સેન્સ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે. જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડને સુપ્રત કરવામાં આવશે. કોર્પોરેટર તરીકે કોની ટિકિટ આપવી તે અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો - Surat: જયેશ રાદડિયાના નિવેદનને અલ્પેશ કથીરિયાનું સમર્થન, વાંચો શું કહ્યું?

ભાજપનો કાર્યકર હર હંમેશ તૈયાર હોય છે : નિરંજન ઝાંઝમેરા

આ અંગે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા (Niranjan Jhanjmera) જણાવ્યું હતું કે, કોઈપણ ચૂંટણી આવે ત્યારે ભાજપનો કાર્યકર હર હંમેશ તૈયાર હોય છે. વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. જે ખાલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. જે માટે ઇચ્છુક ઉમેદવારોને આજે પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. અહેવાલ રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપ્યા બાદ કયાં ઉમેદવારને પેટા ચૂંટણીમાં ઉતારવો તે અંગેનો નિર્ણય કરવામાં આવશે. જો કે આ બેઠક પર હંમેશા ભાજપનો દબદબો રહ્યો છે, જેથી આ બેઠક પર કોઈપણ પક્ષ દ્વારા ઉમેદવારી કરવામાં આવે પરંતુ, જીત તો ભાજપના જ કાર્યકર્તાની નિશ્ચિત છે.

આ પણ વાંચો - Rajkot : સમાજની 2 ટકા ટપોરી ટીમ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે : જયેશ રાદડિયા

નગરને એક સારા નગરસેવક મળી રહે તે માટેની પ્રક્રિયા : નરેશ પટેલ

પ્રદેશ નિરીક્ષક અને નવસારી ગણદેવીનાં ધારાસભ્ય નરેશ પટેલે (MLA Naresh Patel) જણાવ્યું હતું કે, પેટા ચૂંટણી માટે આજે ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવનાર છે. જે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નગરને એક સારા નગરસેવક મળી રહે તે માટે ની આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં કોઈ ચોક્કસ મુદ્દા ધ્યાને લેવા તે જરૂરી નથી. પરંતુ, ભાજપનાં સક્રિય કાર્યકર્તાઓને સાંભળી તેનો રિપોર્ટ પાર્લામેન્ટ્રી બોર્ડને કરવામાં આવશે. મહત્ત્વનું છે કે હાલ ભલે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે પરંતુ, 9 મહિના બાદ ફરી આ બેઠક પર નવા મુરતિયાને શોધવા ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવશે, જેની તૈયારીઓ પણ ભાજપ દ્વારા હમણાંથી જ શરૂ કરી દેવામાં આવી હોવાની ચર્ચા પણ હાલ જોરશોરમાં ચાલી રહી છે. જો કે, જોવાનું એ રહે છે કે હાલની પેટા ચૂંટણીમાં ભાજપ ક્યાં મુરતિયા ઉપર પસંદગી ઉતારે છે.

અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો - Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચેલા સિદ્ધપુરના શાસ્ત્રીગણ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

Tags :
BJPBJP Sense processBreaking News In GujaratiGamer DesaiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMLA Naresh PatelNews In GujaratiNiranjan JhanjmeraSthanik Swaraj ElectionSuratUdhnaWard No. 18
Next Article