સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેનના કોચ પર પથ્થરમારો, મુસાફરોમાં ભયનો માહોલ
- તાપ્તિ ગંગા એક્સપ્રેસ ટ્રેન પર થયો પથ્થરમારો થયો
- સુરતના ઉધના રેલ્વે સ્ટેશનથી સવારે ઉપડી હતી ટ્રેન
- ટ્રેનના b6 કોચ પર પથ્થરમારો થતા બારીના કાચ પણ ફૂટી ગયા
Surat થી મહાકુંભ પ્રયાગરાજ માટે નીકળેલી પહેલી જ ટ્રેન પર પથ્થરમારો થયો છે. જેમાં તાપ્તિ ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર મારો થતા મુસાફરોના જીવ પડિકે બંધાયા છે. સુરતના ઉધના રેલ્વે સ્ટેશનથી સવારે ટ્રેન ઉપડી હતી. તેમાં મહારાષ્ટ્રના જલગાવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થરમારો થયો છે. ટ્રેનના b6 કોચ પર પથ્થરમારો થતા બારીના કાચ પણ ફૂટી ગયા છે તથા પથ્થરમારો થતા કોચમાં સવાર શ્રદ્ધાળુઓમાં ભય ફેલાયો છે.
ટ્રેનમાં મોટાભાગના લોકો કુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા હતા
સુરતના 5 બાળકો,6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 જેટલા પુરુષ શ્રદ્ધાળુ સવાર હતા. આ સિવાયના ટ્રેનમાં મોટાભાગના લોકો કુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા હતા. કોચમાં સવાર બાળકો સહિત મહિલાઓમાં ભયનો માહોલ ફેલાયો છે. પથ્થરમારાને લઈ ટ્રેનમાં થયેલ તોડફોડના વીડિયો સોશિયલ મીડિયામાં યાત્રાળુ હોઇ વાયરલ કર્યા છે. જેમાં રેલ અને પોલીસ પ્રશાસન પાસે સુરક્ષાની માંગ કરી છે. યાત્રાળુઓએ રેલવેના 139 હેલ્પલાઇન નંબર પર ઘટનાની જાણ કરી છે. પહેલી જ ટ્રેનમાં પથ્થરમારો થતા મહાકુંભમાં જતી અન્ય ટ્રેનોની સુરક્ષા વધારવાની પ્રશાસનને સોશિયલ મીડિયા થકી શ્રદ્ધાળુઓએ રજૂઆત કરી છે.
વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી
મળતી માહિતી પ્રમાણે, આજે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ઉપરથી મહાકુંભ પ્રયાગરાજ ટ્રેન તાપ્તી ગંગા ટ્રેન ઉપડી હતી. મહા કુંભ મેળાના પહેલા શાહી સ્નાન માટે સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ટ્રેન મારફતે રવાના થયા હતા. તાપ્તી ગંગા ટ્રેન ઉધનાથી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાવ ખાતેથી પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો. જેના કારણે બી 6 કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ હતી. કોચમાં રહેલા બાળકો મહિલાઓ સહિતના શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનાના પગલે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો કે આ મામલે બે થી ત્રણ કલાક સુધી કોઈને જાણ પણ કરી ન હતી. ત્યારબાદ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી છે.
આ પણ વાંચો: Dwarka: 'દાદાના બુલ્ડોઝર'ને લઇ કેટલાક અસામાજિક તત્વોની ગંદી હરકત