Surat: 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાનું ચુસ્ત પાલન, પોલીસની 40 જેટલી ટીમે રહેશે તૈનાત
- સીસીટીવી કેમેરા, મોબાઈલ એપ્લિકેશનથી રહેશે નજર
- હેલ્મેટ નહીં પહેરનારા ટુ-વ્હીલર ચાલકો સામે થશે કાર્યવાહી
- શાળા-કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની પણ તપાસ
Surat: હેલ્મેટના કાયદા ચુસ્ત અમલવારી કરવા માટે હમણાં સુધી ગાંધીગીરી કરતી સુરત પોલીસ આગામી 15 ફેબ્રુઆરીથી કડકપણે કાર્યવાહી કરવા જઈ રહી છે. ટૂ વ્હીલ વાહન ચાલકો અને પાછળ બેઠેલા લોકો ફરજિયાત પણે હેલ્મેટ પહેરી કાયદાનું ચુસ્ત પાલન કરે તે માટે 15 ફેબ્રુઆરીથી સુરત પોલીસની 40 જેટલી ટીમો મેદાને ઉતરવાની છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા, મોબાઈલ એપ્લિકેશન સહિતની વ્યવસ્થાઓનો ઉપયોગ કરી હેલ્મેટના કાયદાનું ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી સુરત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. આ સિવાય શહેરની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પણ ફરજિયાત પણે હેલ્મેટ પહેરી કાયદાનું પાલન કરે તે માટે સુરત પોલીસ દ્વારા શાળા કોલેજો જોડે પણ સંકલન કરવામાં આવ્યું છે.
હેલ્મેટના કાયદાનું પાલન કરે તે માટે શાળા-કોલેજો સાથે પોલીસનું સંકલન
હાઇકોર્ટ અને રાજ્ય સરકારના આદેશના પગલે સુરત પોલીસ આગામી ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી કરવા જઈ રહી છે. 14 ફેબ્રુઆરી સુધી સુરત પોલીસ હજી પણ વાહનચાલકોને ફરજિયાત પણે હેલ્મેટ પહેરે તે માટેની સમજણ આપવાની છે. જોકે 15 ફેબ્રુઆરી થી લોકો ફરજિયાત ટુ વ્હીલ વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરે તો આવા વાહનચાલકોએ દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. એટલું જ નહીં પરંતુ વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા માટે ની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં થશે કમોસમી વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી આગાહી
ગત વર્ષે અકસ્માતની ઘટનામાં 49 ટકાનો થયો છે વધારો
આ અંગે સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાનું ચુસ્ત રીતે પાલન શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાવવામાં આવશે. 14 ફેબ્રુઆરી સુધી પોલીસ વાહન ચાલકોને હજી સુધી હેલ્મેટ પહેરવા માટેની સમજણ આપશે. પરંતુ 15 ફેબ્રુઆરીથી જ હેલ્મેટના ચુસ્ત કાયદાની અમલવારી શરૂ થઈ જશે. સુરત પોલીસ દ્વારા હમણાં 45 દિવસ સુધી હેલ્મેટ અંગેનું કેમ્પઈન ચલાવવામાં આવી રહ્યું છે. જે બાદ પોલીસ હેલ્મેટના કાયદાનું વાહન ચાલકો ચુસ્ત રીતે પાલન કરે તે માટેની કાર્યવાહી સુરત પોલીસ તરફથી કરવામાં આવશે.
આ પણ વાંચો: Porbandar : કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે પોલીસનાં ચોંકાવનારા ખુલાસા!
મોટાભાગની અકસ્માતની ઘટનામાં હેલ્મેટનો અભાવ હોવાનો ખુલાસો
હેલ્મેટના કાયદાની અમલવારી કરાવવા સુરત શહેર ટ્રાફિક પોલીસની 40 જેટલી ટીમો જંકશન ઉપર તૈનાત રહેશે. જેમાં મોબાઈલ એપ્લિકેશન,સીસીટીવી ની મદદથી હેલ્મેટ ના કાયદાનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.ગત વર્ષે અકસ્માતોની ઘટનામાં 49 ટકા જેટલો વધારો જોવા મળ્યો.લોકોના જાનમાલની સુરક્ષા અને સલામતી ની જવાબદારી પણ પોલીસની રહેલી છે.જેથી માત્ર ટ્રાફિક નો દંડ ઉઘરાવવો પોલીસનો લક્ષ્ય નથી.જેથી 15 ફેબ્રુઆરી થી હેલ્મેટ ના કાયદાનો સુરત પાલન કરાવશે.
અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો: Mehsana : અનામત આંદોલન અંગે નીતિન પટેલનું બેબાક નિવેદન, કહ્યું - એડમિશન ન મળતું એટલે..!
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો