ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Suratમાં વિદ્યાર્થિનીનો આપઘાત કેસ,જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ

Suratમાં વિદ્યાર્થિનીનો આપઘાત કેસ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચાર સભ્યોની કમિટીની રચના કરી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ Surat: સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આપઘાત મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચાર સભ્યોની તપાસ...
05:02 PM Jan 22, 2025 IST | Hiren Dave
Suratમાં વિદ્યાર્થિનીનો આપઘાત કેસ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચાર સભ્યોની કમિટીની રચના કરી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ Surat: સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આપઘાત મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચાર સભ્યોની તપાસ...
Class 8 Student Suicide

Surat: સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આપઘાત મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચાર સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.જે કમિટીના ચાર સભ્યો દ્વારા વિધાર્થીની ના આપઘાત મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.જિલ્લા શિક્ષણાધિકારી એ જણાવ્યું છે કે,શાળા સંચાલકો કસૂરવાર જણાશે તો દાખલા રૂપ અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

પરિવારે શાળા સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા

સુરતના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળાના ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિધાર્થીની ભાવના રાજુભાઈ ખટીકે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.બે દિવસ પહેલા વિદ્યાર્થી ની આપઘાત કેસમાં પરિવારે શાળા સંચાલકો સામે ગંભીર આરોપ કર્યા હતા.શાળાની બાકી ફી મુદ્દે વિધાર્થીની ને દબાણ કરી કલાકો સુધી ટોયલેટ રૂમ પાસે ઊભી રાખવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો.જે બાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી અને ગોડાદરા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ  વાંચો-Surat: જિલ્લામાં દિલના ધબકારા બંધ થઈ જવાનો સિલસિલો યથાવત

ફૂટેજ અને નિવેદન ના આધારે હાલ તપાસ શરૂ

મંગળવારે ગોડાદરા પોલીસ અને કચેરીની ટીમ શાળાએ પોહચી હતી.જ્યાંથી વિધાર્થીઓ,ટ્રસ્ટી,આચાર્ય અને શિક્ષકોના નિવેદન નોધી સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા.જે તમામ ફૂટેજ અને નિવેદન ના આધારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ  વાંચો-Gujarat: ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો આક્ષેપ BJPના ધારાસભ્યએ કરતા રાજકીય માહોલ ગરમાયો

શાળાએ જઈ વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યું

આ અંગે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીની ના આપઘાત મામલે કચેરી તરફથી હાલ તપાસ કરવામાં આવી રહી છે.આ મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.જેમાં ચાર જેટલા સભ્યો નો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સભ્યોમાં વર્ગ 2 અને વર્ગ 3 ના અધિકારીઓને સમાવિષ્ઠ કરાયો છે.જે ટીમો દ્વારા શાળાએ જઈ વિદ્યાર્થીઓના નિવેદન નોંધી પૂછપરછ કરવામાં આવશે.તપાસ અહેવાલ રિપોર્ટ કચેરીને સોંપવામાં આવશે.જ્યાં તપાસ અહેવાલ રિપોર્ટમાં શાળા સંચાલકો કસૂરવાર જણાશે તો દાખલા રૂપ અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ-રાકેશ ભ્રમભટ્ટ -સુરત

Tags :
Adarsh ​​Public SchoolClass 8 Student SuicideDEOGujaratGujarat FirstGujarati NewsLatest Surat NewsStudent SuicidesuicideSuraSuratSurat City NewsSurat newsSurat News in Gujarati
Next Article