Surat : ભેસ્તાનમાં નજીવી બાબતમાં તલવારનાં ઘા ઝીંકી 18 વર્ષીય યુવકની હત્યા
- Surat નાં ભેસ્તાનમાં નાનકડી બાબતમાં થઈ હત્યા
- ચાર શખ્સોએ એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો
- "મારા ભાઈને ઠપકો આપ્યો" કહીને કરી હત્યા
- ચાર શખ્સોએ હત્યા કરી ફરાર થયા, પોલીસે તપાસ આદરી
Surat : સુરતનાં ભેસ્તાન વિસ્તારમાં (Bhestan) ગુરુવારની મધરાત્રે નાનકડા વિવાદમાંથી ગંભીર હત્યાની ઘટના સામે આવી છે. ભીંડીબજાર (Bhendi Bazaar) નજીક અલખલીલ ચા સેન્ટર પાસે ચાર શખ્સોએ "મારા ભાઈને ઠપકો આપ્યો" કહીને 18 વર્ષીય યુવકની હત્યા કરી હતી અને પછી ફરાર થયા હતા. આ મામલે ભેસ્તાન પોલીસે (Bhestan Police) ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અલગ-અલગ ટીમ બનાવી તેમની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Ahmedabad Rave Party Update : 13 નાઇજિરિયન સહિત 20 લોકોની ધરપકડ, મુખ્ય આયોજકર્તા પણ પકડાયો
Surat નાં ભેસ્તાનમાં નાનકડી બાબતમાં યુવકની હત્યા
સુરતનાં (Surat) ભેસ્તારમાં વિસ્તારમાં ગુરુવારની રાત લોહિયાળ બની હતી. ભીંડીબજાર નજીક અલખલીલ ચા સેન્ટર પાસે ચાર શખ્સોએ 18 વર્ષીય યુવક શકીલ ઉર્ફે બાંગાની હત્યા કરી હતી અને પછી ફરાર થયા હતા. માહિતી અનુસાર, મૃતક યુવક શકીલ અને તેનો મિત્ર સોહિલ ઉર્ફે અલ્લુ ઉન ખાતેથી પસાર થઈ રહ્યા હતા, જ્યારે આરોપીઓ ઇમરોઝ, અરબાઝ, સલમાન અને શાહરૂખે તેમને રોક્યા હતા અને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.
આ પણ વાંચો - Ahmedabad : ગાંધીના ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે? બોપલમાં Rave Party પર દરોડા, 15 થી વધુની ધરપકડ
ચારેય હત્યારા ફરાર, પોલીસે તપાસ હાથ ધરી
દરમિયાન, "મારા ભાઈને શા માટે ઠપકો આપે છે?" એવું કહીને આરોપીઓએ શકીલને તલવાર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનામાં સોહિલને પણ ઈજાઓ થઈ હતી, પરંતુ તે બચી ગયો. હત્યા બાદ ચારેય આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસની (Bhestan Police) ટીમ ત્યાં પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો - Weather Update : અચાનક વાતાવરણમાં પલટો! આગામી 3 દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી


