Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : મોપેડ પર 5.38 લાખનું MD ડ્રગ્સ લઈ જતાં 2 ને દબોચ્ચા, એક ઘરમાંથી ઝડપાયો

એક આરોપી ધો. 10 પાસ છે અને ઓનલાઇન બુટ, ચપ્પલ વગેરેનું વેચાણ કરે છે. જ્યારે અન્ય એક આરોપી ધો. 8 પાસ છે.
surat   મોપેડ પર 5 38 લાખનું md ડ્રગ્સ લઈ જતાં 2 ને દબોચ્ચા  એક ઘરમાંથી ઝડપાયો
Advertisement
  1. Surat ક્રાઇમ બ્રાન્ચને અલગ અલગ મોટી કાર્યવાહી
  2. MD ડ્રગ્સની હેરાફેરી, વેચાણ મામલે 3 આરોપીઓની ધરપકડ
  3. રાંદેર રોડ પરથી ત્રણેય આરોપીઓને ઝડપી પડાયા
  4. બે અલગ-અલગ કેસ મળી કુલ 9.89 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં (Surat) ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ તંત્રે ઝુંબેશ હાથ ધરી છે. દરમિયાન, સુરત ક્રાઇમ બ્રાન્ચને (Surat Crime Branch) મોટી સફળતા મળી છે. બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરી ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સનાં જથ્થા સાથે કુલ રૂ. 9.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 3 આરોપીની ધરપકડ કરી છે. શહેરમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરતા ત્રણેય આરોપીઓને રાંદેર રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Dahod : ભાજપનાં કાઉન્સિલર એટલી હદે કંટાળી ગયા કે આપી આત્મવિલોપનની ચીમકી!

Advertisement

મોપેડ સવાર બે ઇસમો પાસેથી 53.820 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું

માહિતી અનુસાર, સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) MD ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ મામલે બે અલગ-અલગ કાર્યવાહી કરી 3 ઇસમોની ધરપકડ કરી છે. બાતમીનાં આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર (Rander) ચિલ્ડ્રન હોસ્પિટલ સામેથી મોપેડ સવાર ફહદ સઈદ શેખ અને સાહિલ અલ્તાફ સૈયદને રોકી તપાસ હાથ ધરી હતી. તેમની પાસેથી 53.820 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત માર્કેટ કિંમત રૂ. 5.38 લાખ થાય છે. આરોપીઓએ આ ડ્રગ્સનો જથ્થો રાંદેરનાં સોહાન હજિફુલ્લા ખાન પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે રૂ.7.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : વટવા GIDC ફેઝ 1 માં લાગી વિકરાળ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાનાં ગોટેગોટા

અન્ય આરોપીનાં ઘરમાંથી ક્રિસ્ટલ પદાર્થ, મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો મળ્યો

આરોપીઓનાં જણાવ્યા મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી આરોપી સોહાન હજીફૂલ્લા ખાનને તેનાં ઘરેથી ઝડપી પડાયો છે. આરોપીનાં ઘરેથી રૂ. 2.63 લાખની કિંમતનું ડ્રગ્સ કબ્જે કરાયું છે. ઉપરાંત, આરોપીઓનાં ઘરેથી શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ પણ મળી આવ્યો છે. 1840 ગ્રામ ક્રિસ્ટલ પદાર્થ અને ડ્રગ્સમાં મિશ્રણ કરવા લવાયેલા મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો પણ જપ્ત કરાયો છે. આરોપી સોહાનનાં ઘરેથી કુલ રૂ. 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આમ, બે અલગ-અલગ કેસમાં કુલ રૂ. 9.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓની પૂછપરછ અનુસાર, ફહદ શેખ ધો. 10 પાસ છે અને ગાડીઓનાં લે-વેચનાં ધંધામાં છે. આ સાથે આરોપી ઓનલાઇન બુટ, ચપ્પલ વગેરે વસ્તુઓનું વેચાણ પણ કરે છે. જ્યારે ધો. 8 પાસ સાહિલ સૈયદ પણ ગાડી લે-વેચનું કામ કરે છે.

આ પણ વાંચો - Sthanik Swaraj Election : Surat માં BJP ની કવાયત તેજ, આ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ

Tags :
Advertisement

.

×