Surat : અદાવત રાખી માર માર્યો તો હત્યારાઓએ માથાભારે શખ્સનું ઢીમ ઢાળી દીધું, બંનેની ધરપકડ
- પાંડેસરાનાં માથાભારે રાજ માલિયાની હત્યા કેસનો મામલો (Surat)
- પાંડેસરા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી
- આરોપીઓએ લાકડી અને બ્લેડ વડે ઘા ઝીંકી રાજ માલિયાની ધરપકડ કરી
Surat : પોલીસનાં બાતમીદાર હોવાની શંકા રાખી સગીર સહિત બે યુવકોને ફટકારનાર પાંડેસરાનાં માથાભારે રાજ માલિયાની હત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક રાજ માલિયા શહેર પોલીસ ચોપડે અલગ-અલગ 24 જેટલા ગંભીર ગુન્હામાં અગાઉ પોલીસનાં હાથે ઝડપાઈ ચુક્યો હતો. પાંડેસરા પોલીસે (Pandesara Police) અગાઉ રાજ માલિયાની ચોરીનાં એક ગુનામાં ધરપકડ કરી હતી, જેની અદાવત રાખી સગીર સહિત બે લોકોને પાંડેસરામાં વડોદ ખાતે બોલાવી મૃતકે માર માર્યો હતો. દરમિયાન, સગીર સહિત બંને ઈસમોએ લાકડી અને બ્લેડ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો - Gujarat: રાજ્ય પર તોડાઇ રહ્યો છે માવઠાનો ખતરો, જાણો હવામાન નિષ્ણાતની મોટી આગાહી
પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી મૃતકે અગાઉ હત્યારાઓને માર માર્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, 22 મી ડિસેમ્બરનાં રોજ રાતે 11 કલાકે સુરતનાં (Surat) પાંડેસરા વડોદ ગામ ખાતે આવેલા બાપુનગરમાં માથાભારે અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા રાજ માલિયાની અજાણ્યા ઈસમોએ હત્યા કરી હતી. જે હત્યા બાદ આરોપીઓ ફરાર થયા હતા. ઘટના અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી, જે હેઠળ ખુલ્યું કે, માથાભારે રાજ માલીયા વિરુદ્ધ શહેરનાં જુદા-જુદા પોલીસ મથકોમાં 24 જેટલા ગંભીર પ્રકારનાં ગુના ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા હતા. દરમિયાન, પાંડેસરા પોલીસ દ્વારા અગાઉ રાજ માલિયાની ચોરીનાં ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. રણજિત પાસવાન સહિત એક સગીર દ્વારા તેની બાતમી પોલીસને (Pandesara Police) આપવામાં આવી હોવાની શંકા રાખી રાજ માલિયાએ અઠવાડિયા અગાઉ પાંડેસરા ખાતે રણજિત પાસવાન અને સગીરને બોલાવી ઠપકો આપી માર માર્યો હતો.
આ પણ વાંચો - Suratમાં વધુ બે નકલી તબીબોની ધરપકડ, દવા લઇ ગયેલ સ્થાનિકોમાં ભયનો માહોલ
બ્લેડ વડે ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી
રાજ ઉર્ફ રાજ માલિયા અવારનવાર આ બાબતે રણજિત પાસવાન જોડે માથાકૂટ કરતો હતો. દરમિયાન, 22 મી ડિસેમ્બરે રાતે 11 કલાકે તેણે રણજિત પાસવાન અને સગીરને પાંડેસરા ખાતા આવેલા બાપુનગર (Bapunagar) ખાતે બોલાવ્યા હતા. જ્યાં રાજ માલિયાએ બંનેને માર માર્યો હતો. જે બાદ રોષે ભરાયેલા રણજિત અને સગીરે લાકડી વડે સાગર માલિયાને ફટકાર્યો હતો. એટલું નહીં પરંતુ, પોતાની પાસે રહેલી ધારદાર બ્લેડ વડે ઉપરાછાપરી ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ બંને ઈસમો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં રાજમાલિયાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરનાં હાજર તબીબોએ ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
રાજ માલિયાની હત્યા અંગે પાંડેસરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં ગણતરીનાં કલાકોમાં જ રણજિત પાસવાન સહિતના આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી પાંડેસરા પોલીસે (Surat) હાથ ધરી છે. તેમ સુરત પોલીસ DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું.
અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો - Gujarat: ખાતરની અછત, કૌભાંડ અને છેતરપિંડી વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા