Surat : 13 વર્ષીય વિદ્યાર્થી સાથે પ્રેમસબંધમાં 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી થઈ, કોર્ટની મંજૂરી બાદ એબોર્શન કરાયું
- Surat માં પ્રેમ સબંધમાં શિક્ષિકા ગર્ભવતી થવાનો કેસ
- સ્મીમેર હોસ્પિટલમાં ગર્ભવતી શિક્ષિકાનું એબોર્શન કરાયું
- જેલમાં બંધ શિક્ષિકાના વકીલે ગર્ભપાત માટે મંજૂરી માગી હતી
- કોર્ટે મેડિકલ રિપોર્ટનાં આધારે મંજૂરી આપતાં એબોર્શન કરાયું
સુરતમાં (Surat) 13 વર્ષીય વિદ્યાર્થી સાથે પ્રેમસંબંધમાં 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી થયા મામલે મોટા અપડેટ આવ્યા છે. કોર્ટની મંજૂરી બાદ સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) ગર્ભવતી શિક્ષિકાનું એબોર્શન કરાયું છે. જેલમાં બંધ શિક્ષિકાનાં વકીલે ગર્ભપાત માટે કોર્ટ પાસેથી મંજૂરી માગી હતી. કોર્ટે મેડિકલ રિપોર્ટનાં આધારે મંજૂરી આપતાં એબોર્શન કરાયું છે. જો કે, DNA માટે ભ્રૂણને સાચવી રખાશે. આ મામલે પૂણા પોલીસે (Pune Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : પિતા કોણ ? ગર્ભવતી શિક્ષિકાએ કર્યો ચોંકાવનારો દાવો! DNA ટેસ્ટમાં થશે ખુલાસો
મેડિકલ રિપોર્ટનાં આધારે કોર્ટે આપી મંજૂરી
સુરતમાં (Surat) શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડી ગયા બાદ ઝડપાતાં ગર્ભવતી હોવાનું પોલીસ અને મેડિકલ તપાસમાં સામે આવ્યું હતું. જેલમાં બંધ શિક્ષિકાનાં વકીલ દ્વારા ગર્ભપાત માટે કોર્ટમાં મંજૂરી માગવામાં આવી હતી. કોર્ટે મેડિકલ રિપોર્ટનાં આધારે મંજૂરી આપતા શિક્ષિકાને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હોસ્પિટલમાં એબોર્શન કરવામાં આવ્યું છે. જો કે, DNA માટે ભ્રૂણને સાચવી રખાશે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો - Surat Crime: 23 વર્ષીય શિક્ષિકા દ્વારા 13 વર્ષીય વિદ્યાર્થીનું યૌન શોષણ, રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલાઈ
શું છે કેસ ?
સુરતનાં (Surat) પુણા વિસ્તારમાં 25 એપ્રિલ, 2025 ના રોજ 23 વર્ષીય ટ્યુશન શિક્ષિકા 5 માં ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય સગીર વિદ્યાર્થીને પોતાની સાથે ભગાડીને લઈ ગઈ હતી. આ મામલે ફરિયાદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સર્વેલન્સનાં આધારે શામળાજી બોર્ડર (Shamlaji Border) પાસે એક બસમાંથી બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી તપાસ કરતા આરોપી શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી શિક્ષિકા સાડા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો શિક્ષિકાએ દાવો કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે (Puna Police) DNA ટેસ્ટ સહિતની કવાયત હાથ ધરી હતી.
આ પણ વાંચો - Rajkot : ન્યૂડ વીડિયો કોલમાં વાત કરતા ઝડપાયા મારવાડી યુનિ.નાં પ્રોફેસર, ઓળખ છતી થઈ!